40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઇ પશુ દવાખાના વિસ્તારમાં ગંદકી અને ઝાડી-ઝાંખરાનું સામ્રાજ્ય, નગરપાલિકાની કામગીરી સામે ઉઠ્યા સવાલો

ડભોઇ એક તરફ ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ‘સ્વચ્છતા અભિયાન’ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે, ત્યારે ડભોઇના વડોદરી ભાગોળ વિસ્તારમાં આવેલ પશુ દવાખાનાના કમ્પાઉન્ડની હાલત અત્યંત દયનીય જોવા મળી રહી છે આ વિસ્તારમાં ગંદકી અને પશુ દવાખાનાની આસપાસ ઊગી નીકળેલા ઝાડી-ઝાંખરાના કારણે સ્થાનિક રહીશો અને દુકાનદારો મુશ્કેલીમાં મુકાયા છે.

​મચ્છરોનો ભારે ત્રાસ: દવાખાનાના કમ્પાઉન્ડમાં ભરાયેલા કચરા અને ઝાડીઓને કારણે મચ્છરોનો ઉપદ્રવ અસહ્ય બની ગયો છે, જેનાથી ભવિષ્યમાં ગંભીર રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે અસહ્ય દુર્ગંધ ગંદકીના કારણે આસપાસના વિસ્તારમાં સતત દુર્ગંધ ફેલાયેલી રહે છે, પરિણામે નજીકના રહેઠાણ વિસ્તારના લોકો અને વેપારીઓ માટે ત્યાં ઊભા રહેવું પણ મુશ્કેલ બન્યું છે તંત્રની ઉદાસીનતા: સ્થાનિકોનો આક્ષેપ છે કે ડભોઇ નગરપાલિકા માત્ર સોશિયલ મીડિયા પર સ્વચ્છતા અભિયાનના ફોટા મૂકવામાં જ વ્યસ્ત છે, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર આવી વાસ્તવિક સમસ્યાઓ પ્રત્યે આંખ આડા કાન કરી રહી છે.​વડોદરી ભાગોળ વિસ્તારના રહીશો હવે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. લોકોમાં એવી ચર્ચા છે કે શું નગરપાલિકાના સત્તાધીશો કોઈ મોટો રોગચાળો ફેલાય તેની રાહ જોઈ રહ્યા છે કે પછી સત્વરે આ ગંદકી દૂર કરી લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરશે સ્થાનિકોની માગ છે કે નગરપાલિકા વહેલી તકે આ ઝાડી-ઝાંખરા દૂર કરે અને પશુ દવાખાનાના કમ્પાઉન્ડમાં યોગ્ય સફાઈ કરાવે જેથી લોકોમાં ફેલાયેલો રોષ શાંત થાય અને વિસ્તારને ગંદકીમાંથી મુક્તિ મળે.

Related posts

ચાલુ વર્ગ ખંડમાં યુવક યુવતીનો ચુંબન કરતા હોવાનો વીડિયો વાયરલ થતા એબીવીપી દ્વારા રજૂઆત કરવામાં આવી

admin

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનના પગલે વડોદરા કોર્પોરેશન તૈયારીમાં જોતરાઈ ગયું

admin

વડોદરા મહાનગર પાલિકાની મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં 12 પૈકી 11 કામો મંજૂર જ્યારે 1 કામ મુલત્વી

admin

Leave a Comment