41.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં હોળી પર્વ નિમિત્તે ફૂલોથી હોળી ઉજવાઈ

વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં હોળી પર્વ નિમિત્તે અનોખા અંદાજમાં ફૂલોથી હોળી ઉજવાઈ હતી. આર્યાવર્ત બ્રાહ્મણ સમાજ ગુજરાત પ્રદેશ અને સમસ્ત રાજસ્થાન સમાજ વડોદરા ના સંયુક્ત આયોજન હેઠળ હોળી સ્નેહમિલન – રંગોત્સવ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

નિઝામપુરા ખાતે મહેસાણા નગર ગરબા ગ્રાઉન્ડ નજીક શ્રી ભંવરલાલ ગૌડના નિવાસસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં સમાજના આગેવાનો, સમાજબંધુઓ અને પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે હોળીનો ઉત્સવ અનોખી રીતે ફૂલોથી હોળી રમીને ઉજવવામાં આવ્યો હતો. પાણી, રંગ કે ગુલાલનો ઉપયોગ કર્યા વિના માત્ર સુગંધિત પુષ્પો દ્વારા પ્રેમ, સ્નેહ અને એકતાનું પ્રતિકરૂપ હોળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સમાજજનો એકબીજાને ફૂલો અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવી ઉત્સવના આનંદમાં ઝૂમી ઉઠ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન સૌહાર્દ અને સામાજિક એકતાનો સુંદર માહોલ સર્જાયો હતો. ઉપસ્થિત મહેમાનો માટે અલ્પાહારની પણ ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી.

કાર્યક્રમના યજમાન અને રાજસ્થાન સમાજ વડોદરા ના અધ્યક્ષ ભંવરલાલ ગૌડ દ્વારા તમામ સમાજજનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ઉત્સાહ અને સૌહાર્દપૂર્ણ માહોલ વચ્ચે કાર્યક્રમની સફળ પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.

Related posts

સ્ટેચ્યુ ઑફ યુનિટીના માર્ગ પર કચરાનો ઢગલા જોવા મળી રહ્યા છે સ્વચ્છતા અભિયાન પર સવાલ

admin

લાયન્સ ક્લબ દ્વારા વડોદરા શહેર ગોત્રી વિસ્તારમાં આવેલ રામેશ્વર વિદ્યાલયમાં મેગા મેડિકલ કેમ્પ યોજાયો.

admin

ડભોઇ નાદોદી ભાગોળ પાસે આવેલ પંચેશ્વર મહાદેવ મંદિરના 12 મા પાટોત્સવની ઉજવણી

admin

Leave a Comment