36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરમાં તિથિ અનુસાર છત્રપતિ શિવાજી મહારાજ જયંતીની ભવ્ય ઉજવણી

Vadodara સંસ્કારી નગરીમાં દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ Chhatrapati Shivaji Maharaj ની જન્મજયંતી (શિવ જયંતી) તિથિ અનુસાર ભવ્ય રીતે ઉજવવામાં આવી. આ નિમિત્તે શહેરમાં ઉત્સાહ અને ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો.

Shri Sai Parivar Trust ના આયોજને તેમજ સમસ્ત મહારાષ્ટ્રીયન સમાજ, વિવિધ ગુજરાતી મંડળો અને ગણેશ મંડળોના સંયુક્ત ઉપક્રમે આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજકોના જણાવ્યા મુજબ સાંજે લગભગ 7 વાગ્યે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.

આ શોભાયાત્રા Nava Bazar થી પ્રસ્થાન કરીને Champaner Gate, Mandvi, Nyay Mandir, Gandhi Nagar અને Ahmedabadi Pol જેવા વિસ્તારોમાંથી પસાર થઈ ફરીથી નવા બજાર ખાતે સમાપ્ત થઈ હતી.

વિશેષ વાત એ છે કે હાલ વિદ્યાર્થીઓની પરીક્ષાઓનો સમય તેમજ પવિત્ર Ramadan માસ ચાલી રહ્યો હોવા છતાં લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વિવિધ ધર્મ અને જ્ઞાતિના લોકો આ આયોજનમાં જોડાયા હતા, જે વડોદરાની સામાજિક એકતા અને સૌહાર્દનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

શોભાયાત્રામાં Chhatrapati Shivaji Maharaj ની વિશાળ પ્રતિમા મુખ્ય આકર્ષણ બની હતી. ઉપરાંત નાના બાળકો શિવાજી મહારાજ તથા અન્ય ઐતિહાસિક પાત્રોની વેશભૂષામાં જોડાતા યાત્રાની શોભા વધુ વધારી હતી. શહેરના રાજમાર્ગો પર ભવ્ય શોભાયાત્રાને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

Related posts

અંનગઢ નજીક ફ્રેઈટ કોરિડોર ટ્રેક પર “કોલ્ડ પાયરો” ફટાકડા મળતા ચકચાર

admin

વડોદરામાં અરવિંદ કેજરીવાલનું નિવેદન: “આ સરકારમાં જન પ્રતિનિધિઓની પણ સાંભળણી નથી”

admin

વડોદરા રેલવે સ્ટેશન પાસે આગ લાગવાનો ફાયર બ્રિગેડને ફેક કોલ મડયો

admin

Leave a Comment