43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

પી.એમ. શ્રી વણાદરા પ્રાથમિક શાળામાં “My School Trade Fair 2026”નું ભવ્ય આયોજન

ડભોઇ તાલુકાના પી.એમ.શ્રી. વણાદરા પ્રાથમિક શાળા, ડભોઈ જિલ્લો વડોદરા ખાતે “My School Trade Fair 2026 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, સર્જનાત્મકતા, વ્યવસાયિક કુશળતા અને જવાબદારીની ભાવના વિકસાવવાનો હતો. ટ્રેડ ફેરમાં વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહ અને સર્જનાત્મકતા સાથે વિવિધ આકર્ષક સ્ટોલ તૈયાર કર્યા હતા, જેમાં ફૂડ સ્ટોલ, સ્ટેશનરી સ્ટોલ, હેન્ડમેડ વસ્તુઓ, કીચેન અને બ્રેસલેટ્સ, હોળી સ્પેશિયલ સામગ્રી તેમજ ઈકો ફ્રેન્ડલી અને પ્લાન્ટ સ્ટોલનો સમાવેશ થયો હતો. વિદ્યાર્થીઓએ પોતે જ ગ્રાહકો સાથે વાતચીત કરી, વસ્તુઓનું પ્રદર્શન કરી અને વેચાણ કરીને વ્યવહારિક અનુભવ મેળવ્યો હતો.

આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓને નાણાકીય વ્યવહારની સમજ, ગ્રાહકો સાથે સંવાદ કળા, ટીમવર્ક, આયોજન ક્ષમતા તેમજ નેતૃત્વ જેવા મહત્વપૂર્ણ જીવનકૌશલ્યો શીખવા મળ્યા હતા. વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધ્યો હતો અને પોતાના પર વિશ્વાસ રાખીને કામ કરવાની પ્રેરણા મળી હતી.આ પ્રસંગે એસ.એમ.સી સભ્યો,વાલીઓ, ગામજનો, તેમજ આસપાસની શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓના પ્રયાસોને ખૂબ વધાવ્યા હતા. પાઠ્શાલા ચેરીટેબલ ટ્રસ્ટના ઘનશ્યામભાઇ પટેલ USA વિશેષ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાળાનું વાતાવરણ ઉત્સાહ અને આનંદથી છલકાતું રહ્યું હતું. કાર્યક્રમના અંતે શ્રેષ્ઠ સ્ટોલ, શ્રેષ્ઠ વેચાણ અને શ્રેષ્ઠ પ્રેઝન્ટેશન માટે વિદ્યાર્થીઓને ઇનામો આપવામાં આવ્યા હતા. પીએમ શ્રી વણાદરા શાળાના આચાર્ય હરીશભાઇ પટેલે આ પ્રસંગે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે માર્ગદર્શક શિક્ષકશ્રીઓ, વાલીઓ, વિદ્યાર્થીઓ તેમજ સહકાર આપનાર તમામનો હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો. આ રીતે “My School Trade Fair 2026” ખૂબ જ સફળ અને યાદગાર કાર્યક્રમ બની રહ્યો હતો.

Related posts

વડોદરા શહેરમાં ગાયકવાડ બરોડા ગોલ્ફ ક્લબ ખાતે સ્ટેટ ગોલ્ફ ચેમ્પિયનશીપનો ઇનામ વિતરણ સમારોહ યોજાયો

admin

વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન દ્વારા માંજલપુર સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે અનોખી દોડ યોજવામાં આવી

admin

વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ડો બાબા સાહેબ આંબેડકર પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ

admin

Leave a Comment