33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

શ્રી જાંબુ બ્રાહ્મણ કાણ્વ સંસ્કૃત પાઠશાળા ચાંદોદ ખાતે 52 મો નિ:શુલ્ક યજ્ઞોપવિત સંસ્કાર સમારોહ યોજાયો

ડભોઇ તાલુકાના યાત્રાધામ ચાણોદ ખાતે શ્રી જાંબુ બ્રાહ્મણ કાણ્વ સંસ્કૃત પાઠશાળા ચાંદોદ-નવા માંડવા ખાતે 52 મો નિ:શુલ્ક યજ્ઞોપવિત સંસ્કાર સમારોહ યોજાયો

તીર્થક્ષેત્ર ચાંદોદ-નવા માંડવા ખાતે સતત 119 વર્ષથી કાર્યરત શ્રી જાંબુ બ્રાહ્મણ કાણ્વ સંસ્કૃત પાઠશાળા-સંસ્થા છાત્રોના અધ્યયન ની સાથે સાથે અવિરત પણે સમાજોપયોગી કાર્યો માટે જાણીતી છે ત્યારે રવિવારના રોજ પાઠશાળા સંકુલમાં 52 મો નિ:શુલ્ક સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર સમારોહ યોજાયો હતો જેમાં 20 જેટલા બટુકોએ જનોઈ ધારણ કરી દ્વિજ બન્યા હતા

સવારથી શાસ્ત્રોકત વિધિ પ્રમાણે યજ્ઞોપવિત સંસ્કાર સમારોહ નો પ્રારંભ થયો જેમાં સંસ્થા દ્વારા સહયોગી દાતાઓ અને આગેવાનોને સન્માનિત કરાયા હતા વૈદિક વિધિથી યજ્ઞોપવિત્ર ધારણ કરી સંસ્કાર પૂર્ણ થયા બાદ બટુકો ની શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ પ્રસંગે સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં પરિવારજનોએ ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહી બટુકોને આશીર્વાદ આપી સંસ્થાના સમગ્ર આયોજનને બિરદાવ્યું હતું હતું સંસ્થાના પ્રમુખ ગૌરાંગભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે આ પ્રકારના કાર્યક્રમો સમાજમાં સંસ્કૃતિ અને સંસ્કારોનું સિંચન કરવાના શુભ ઉદ્દેશ સાથે યોજવામાં આવી રહ્યા છે.

Related posts

અમાસના દિવસથી શરૂ થતા દશામાના વ્રતને લઇને મુર્તિ કલાકારોએ માતાજીની મૂર્તિને વિવિધ આભૂષણથી સજાવવાનું શરૂ કર્યું.

admin

કલેકટર આવેદન આપી ઉગ્રહ રજૂઆત કરવામાં આવી

admin

નર્મદા કેનલમાં ખાબકેલી ગૌમાતાનું સફળ રેસ્ક્યુ, સંસ્થાઓ અને સ્થાનિકોના સંકલિત પ્રયાસોથી જીવ બચ્યો

admin

Leave a Comment