33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

નગરપાલિકા દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી સ્વદેશી મેળા ખાતે કરવામાં આવી.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી દર વર્ષે 8 માર્ચના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસ મહિલાઓની સિદ્ધિઓ, તેમના અધિકારો અને સમાનતાની પ્રાપ્તિ માટેની લાંબી લડતની યાદમાં ઉજવવામાં આવે છે.
આ પ્રસંગે ડભોઇ નગરપાલિકા દ્વારા આજના કાર્યક્રમમા મહિલાઓના સશક્તિકરણ, તેમના અધિકારોની રક્ષા અને સમાજમાં તેમની ભૂમિકાને મજબૂત કરવા માટે પ્રતિજ્ઞા લેવામાં આવી તથા મહિલાઓને તેમના સ્વપ્નોને સાકાર કરવા, તેમના અધિકારો માટે લડવા અને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે પ્રોત્સાહિત કરવામા આવ્યા હતા.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ડભોઈ નગરપાલિકા દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમોમાં મહિલાઓના સશક્તિકરણ, તેમના અધિકારો તથા મહિલા અંગેની સરકારી યોજનારો અંગે પણ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આજ રોજ ડભોઇ નગરપાલિકા દ્વારા ખાતે ચાલી રહેલા સ્વદેશી મેળા ખાતે ૮ માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી. આ નિમિત્તે ડભોઇ નગર પાલિકાના એન.યુ.એલ.એમ. પ્રોજેક્ટ અંતર્ગત રચાયેલ સ્વ સહાય જૂથના બહેનો અને સ્વદેશી મેળા ના સ્ટોલધારક મહિલાઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમ્યાન ડભોઇ નગરપાલિકા દ્વારા અમલી વિવિધ યોજનાકીય માહિતી તેમજ અન્ય મહિલાઓને લગતી યોજનાકીય લાભ સહાય વિશે માહિતી આપવામાં આવી. આ પ્રસંગે ડભોઇ નગરપાલિકાના કોર્પોરેટરશ્રી હર્ષાબેન ચૌહાણ, સીતાબેન વસાવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કારોબારી ચેરમેન આ પ્રસંગે મહિલાઓ દરેક ક્ષેત્ર માં અગ્રેસર રહી છે અને પ્રગતિ કરી રહી છે અને બાબતે વિગતે પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું. આ પ્રસંગે મહિલાઓ તથા નગરપાલિકાના કર્મચારીઓ મોટી સંખ્યા માં હાજર રહ્યા હતાં.

Related posts

વડોદરા શહેરમાં આવેલ ઐતિહાસિક બહુચરાજી મંદિર ખાતે ચૈત્ર નવરાત્રીની આઠમ નિમિત્તે ભક્તોની ભારે ભીડ

admin

ડુબલીકેટ તેલ હોવાનો ગ્રાહક નો આક્ષેપ..

admin

વડોદરા મહાનગરપાલિકા ની વડી કચેરી ખાતે દર મંગળવારે લેવાથી રીવ્યુ બેઠક કમિશનર દિલીપ રાણાની અધ્યક્ષતામાં લેવાય

admin

Leave a Comment