43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના અકોટા ઇન્ડિયન ગેસ એજન્સી પર ઓનલાઈન બુકિંગ બંધ થતાં ગ્રાહકોમાં રોષ…

આંતરરાષ્ટ્રીય સ્તરે ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવપૂર્ણ પરિસ્થિતિ અને યુદ્ધના માહોલ વચ્ચે થોડા દિવસો પહેલા જ ઘરગથ્થુ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો નોંધાયો હતો. ત્યારે હવે વડોદરાના અકોટા વિસ્તારમાં આવેલ ઇન્ડિયન ગેસ એજન્સી પર ગેસ સિલિન્ડરની ઓનલાઈન નોંધણી અચાનક બંધ થતાં ગ્રાહકોમાં રોષ જોવા મળ્યો હતો, આજે સવારે અચાનક જ ગેસ સિલિન્ડરની ઓનલાઈન બુકિંગ સિસ્ટમ બંધ થઈ જતા અનેક ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા હતા. ગ્રાહકોનો આક્ષેપ છે કે એજન્સી તરફથી તેમને એવું જણાવવામાં આવ્યું કે હાલમાં યુદ્ધના કારણે ગેસની સપ્લાય પર અસર પડી છે અને સિસ્ટમ ઉપરથી જ બુકિંગ બંધ છે. કેટલાક ગ્રાહકો એ પણ સવાલ ઉઠાવી રહ્યા છે કે જો યુદ્ધ લાંબા સમય સુધી ચાલશે તો સામાન્ય લોકો સુધી ગેસ સિલિન્ડર કેવી રીતે પહોંચશે, હાલમાં મુસ્લિમ સમાજનો પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો હોય ત્યારે એક પરિવાર ગેસ સિલિન્ડર ન મળતા સીધા એજન્સી સુધી પહોંચ્યો હતો. આ દરમિયાન એજન્સીના સંચાલકોએ એક મહિલા ગ્રાહકની ડેપ્યુટી મામલતદાર સાથે ટેલિફોનિક વાત પણ કરાવી હતી. જેમાં ડેપ્યુટી મામલતદારે જણાવ્યું હતું કે ગેસ બુકિંગ સિસ્ટમ ઉપરથી જ બંધ હોવાથી હાલ નોંધણી શક્ય નથી, ઓનલાઈન બુકિંગ બંધ થતાં જ અનેક ગ્રાહકો એજન્સી પર પહોંચી ગયા હતા અને ગેસ સિલિન્ડર અંગે સ્પષ્ટતા માંગતા હતા. હવે જોવાનું રહ્યું કે ગેસ એજન્સી માટે ઓનલાઈન બુકિંગ સિસ્ટમ ક્યારે ફરી શરૂ થશે અને ગ્રાહકો સુધી ગેસ સિલિન્ડર

Related posts

વડોદરાના પાણીગેટ વિસ્તારમાં આવેલા સીસીટીવી કેમેરાની નિગ્રાણીમાં આવતા દબાણનો દૂર કરવામાં આવ્યા

admin

વડોદરા મહાનગર પાલિકાના 2026–27ના ડ્રાફ્ટ બજેટને સ્થાયી સમિતિની મંજૂરી, 7672.71 કરોડની જોગવાઈ

admin

એમ એસ યુનિવર્સિટીના કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ દ્વારા 14 ફેબ્રુઆરીના દિવસે પુલવામાં અટેક થયેલા શહીદોને શ્રદ્ધાંજલિ

admin

Leave a Comment