Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા મહાનગરપાલિકાની રૂટિન રિવ્યૂ બેઠક: સ્વચ્છતા, સેનીટેશન અને ટેક્સ કલેક્શન પર ભાર

વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સેનીટેશન વ્યવસ્થા, સ્વચ્છતા સર્વેક્ષણ તેમજ રેવન્યુ અને પ્રોપર્ટી ટેક્સ કલેક્શન અંગે અધિકારીઓની રૂટિન રિવ્યૂ બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં વડોદરા શહેરમાં સ્વચ્છતા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા તથા આવનારા સ્વચ્છ સર્વેક્ષણને ધ્યાનમાં રાખીને ચાલી રહેલી વિવિધ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. શહેરમાં કચરો ઉઠાવવાની વ્યવસ્થા, સેનીટેશન કામગીરી તેમજ સ્વચ્છતા સંબંધિત મુદ્દાઓ પર અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

તે ઉપરાંત મહાનગરપાલિકાની આવક વધારવા માટે રેવન્યુ અને પ્રોપર્ટી ટેક્સ કલેક્શન અંગે પણ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બાકી રહેલા વેરાની વસુલાત ઝડપી બનાવવા અને કામગીરીનું નિયમિત મોનિટરિંગ રાખવા અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી.

આ રૂટિન રિવ્યૂ બેઠકમાં મહાનગરપાલિકાના વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા અને પોતાની કામગીરી અંગે વિગતવાર માહિતી રજૂ કરી હતી.

Related posts

વડોદરા શહેર પોલીસ ઝોન 3 દ્વારા ગત રાત્રે વિસ્તારમાં આવતી હોટલમાં સરપ્રાઈઝ ચેન્કીંગ હાથ ધરવામાં આવ્યું

admin

પૂ.શ્રી ડો.વાગીશ કુમારજી મહારાજશ્ર ના ષષ્ઠીપૂર્તિ મહા મહોત્સવ અંતર્ગત મેગા મેડિકલ કેમ્પ યોજાયો

admin

વડોદરાના સાવલી તાલુકામાં વરસાદને કારણે ખેડૂતોને થયેલ નુકસાનનું વળતર ચૂકવવા ધારાસભ્યે કૃષિમંત્રીને પત્ર લખ્યો

admin

Leave a Comment