31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

જય સાંઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પવિત્ર દર્શન યાત્રા, અંબાજી-ખેડબ્રહ્મા માટે 20 બસો રવાના

વડોદરા શહેરમાં જય સાંઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દર રવિવારે પવિત્ર દર્શન યાત્રાનું આયોજન કરવામાં આવે છે. છેલ્લા એક વર્ષથી ચાલી રહેલી આ સેવા હેઠળ આજે રવિવારે શ્રદ્ધાળુઓને દર્શન માટે રવાના કરવામાં આવ્યા હતા.

આજે ઝાંસી કી રાણી ચોક ખાતે આવેલા કાર્યાલયથી અંદાજે 20 જેટલી બસો રવાના કરવામાં આવી હતી. જેમાં વોર્ડ નંબર 9 વિસ્તારની લગભગ 45 જેટલી સોસાયટીઓના નાગરિકો અને રહીશો મોટી સંખ્યામાં જોડાયા હતા. શ્રદ્ધાળુઓ અંબાજી મંદિર અને ખેડબ્રહ્મા ખાતે દર્શન કરવા માટે ઉત્સાહભેર રવાના થયા હતા.

આ પવિત્ર દર્શન યાત્રા અંતર્ગત યાત્રાળુઓને બસ વ્યવસ્થા, ભોજન સહિતની તમામ સુવિધાઓ ટ્રસ્ટ દ્વારા પૂરી પાડવામાં આવે છે.

આ પ્રસંગે પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરેએ જણાવ્યું હતું કે વિસ્તારની જનતા સુખ-દુઃખમાં હંમેશા સાથે ઉભી રહી છે, તેથી વિસ્તારના લોકો માટે આ દર્શન યાત્રાનું આયોજન કરવામાં આવે છે.

દર્શન યાત્રાના આયોજન બદલ સ્થાનિક નાગરિકોએ આયરે પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો.

Related posts

મેલડી માતાના પ્રાગટ્ય દિવસે માંડવીમાં ભક્તોનું ઘોડાપૂર, કેક કાપીને કરાઈ અનોખી ઉજવણી

admin

વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના હોદેદારો અને કાર્યકરો અમિત ચાવડાને સાંભળવા માટે અમદાવાદ જવા રવાના

admin

સાવલી તાલુકાના મંજુસર, ગોઠડા સહિત સાવલીના ગાયત્રી મંદિરે આંતરરાષ્ટ્રીય હિન્દૂપરિસદના અધ્યક્ષએ મુલાકાત કરી

admin

Leave a Comment