કેનેડા ખાતે South Lake Senior Club દ્વારા પ્રમુખ અમિતભાઈ ભટ્ટના નેતૃત્વમાં ભવ્ય હોળી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત સભ્યો અને મહેમાનોને ઈદની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન હોળીના રંગીન ગીતો પર સભ્યો અને મહેમાનો ઉત્સાહપૂર્વક ઝૂમી ઉઠ્યા હતા. સૌએ એકબીજાને અબીલ-ગુલાલ લગાવી આનંદ અને સૌહાર્દની ભાવના વ્યક્ત કરી હતી. કાર્યક્રમમાં હાજર લોકોમાં ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળ્યો હતો.
આ પ્રસંગે ક્લબના શોખીન ગાયક મિત્રોએ પોતાના મધુર કંઠે લોકપ્રિય ગીતોની રમઝટ બોલાવી સમગ્ર માહોલને સંગીતમય બનાવી દીધો હતો. ઉપસ્થિત લોકોએ ગીતો સાથે તાળી વગાડી અને નૃત્ય કરીને કાર્યક્રમને યાદગાર બનાવી દીધો હતો.
કાર્યક્રમના અંતે ક્લબના પ્રમુખ અમિતભાઈ ભટ્ટે ઉપસ્થિત મહેમાનો અને સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો અને સૌને ભવિષ્યમાં પણ આવી જ રીતે એકતા અને આનંદ સાથે તહેવારો ઉજવતા રહેવાની શુભેચ્છાઓ પાઠવી હતી.

