વડોદરા શહેરમાં ક્રાઈમ બ્રાન્ચે આંતરરાજ્ય ઠગ ગેંગનો પર્દાફાશ કરી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. Vadodara Crime Branch ની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે કાર્યવાહી હાથ ધરી હતી.
પકડાયેલા આરોપીઓમાં સાજીદખાન સલીમખાન પઠાણ અને આયુષ દેવીપ્રસાદ મિશ્રાનો સમાવેશ થાય છે, જે સુરતથી આવી વડોદરામાં ઠગાઈ કરતા હતા. તેમની પાસેથી રૂ. 80 હજાર રોકડ, Maruti Baleno કાર સહિત કુલ રૂ. 6.80 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
માહિતી મુજબ ગત 13 માર્ચે Makarpura GIDC વિસ્તારમાં Union Bank of India નજીક એક વ્યક્તિ પાસેથી રૂ. 2 લાખની નજરચૂકવી ચોરી કરવામાં આવી હતી. આ મામલે Manjalpur Police Station માં ગુનો નોંધાયો હતો, જેને હવે ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી લીધો છે.
આરોપીઓની મોડસ ઓપરેન્ડી મુજબ તેઓ રૂમાલમાં કાગળના ટુકડાઓનું બંડલ બનાવી તેના પર ₹500ની નોટ લગાવી લોકોનો વિશ્વાસ જીતતા અને ‘બે નંબરના રૂપિયા’ હોવાનું કહી અસલ રોકડ સાથે બદલી નાખતા હતા.
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ગેંગમાં કુલ ચાર સભ્યો છે અને તેઓ મહારાષ્ટ્ર સહિત વિવિધ રાજ્યોમાં પણ આવી ઠગાઈઓ કરી ચૂક્યા છે. હાલ પોલીસે ફરાર અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

