Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં બાઈક પર સવાર મોઢે રૂમાલ બાંધેલા બે શખ્સો મહિલાનું પર્સ ઝૂંટવી ફરાર

વડોદરા શહેરના Gotri વિસ્તારમાં લૂંટની સનસનાટીભરી ઘટના સામે આવી છે. Gotri Police Station ની હદમાં આવેલી Navnath Society પાસે બાઈક સવાર તસ્કરોએ એક મહિલાનું પર્સ ઝૂંટવી ફરાર થઈ ગયા હતા.

માહિતી મુજબ મહિલા હોસ્પિટલથી પોતાનું એક્ટિવા લઈને ઘરે જઈ રહી હતી. તે દરમિયાન બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ મહિલાને નિશાન બનાવી ચાલુ વાહનમાં તેના હાથમાંથી પર્સ ઝૂંટવી લીધું હતું.

તસ્કરોએ ઓળખ છુપાવવા માટે મોઢે રૂમાલ બાંધ્યો હતો. પર્સમાં રહેલી રોકડ રકમ તેમજ મહત્વના દસ્તાવેજો લઈને બંને શખ્સો પલવારમાં ફરાર થઈ ગયા હતા.

ગોત્રી વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી બાઈક ચોરી અને લૂંટફાટની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે, જેને લઈને પોલીસ પેટ્રોલિંગ સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે.

પોલીસે આ મામલે ગુનો નોંધી આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે અને તસ્કરોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

Related posts

એસ.એસ.જી.હોસ્પિટલમા આઉટસોર્સિંગ હેઠળ કામ કરતા વર્ગ -4ના સફાઇ કર્મીઓને પગાર ન મળતાં હોબાળો

admin

‘અમે અહીંના ડોન છે અમારી સામે માથું નમાવીને ચાલવું’

admin

ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયનું વડોદરામાં ગાર્ડ ઓફ ઓનર સાથે સ્વાગત કરાયું

admin

Leave a Comment