Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

એસ.એસ.જી.હોસ્પિટલમા આઉટસોર્સિંગ હેઠળ કામ કરતા વર્ગ -4ના સફાઇ કર્મીઓને પગાર ન મળતાં હોબાળો

મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એટલે વડોદરા શહેરની એસ.એસ.જી.હોસ્પિટલ કે જ્યાં સમગ્ર ગુજરાત જ નહીં પરંતુ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન સહિતનાં અન્ય રાજ્યોમાંથી પણ જરુરિયાતમંદ દર્દીઓ વિવિધ રોગોની સારવાર માટે અહીં આવતા હોય છે ત્યારે હોસ્પિટલમાં સફાઇ સ્વચ્છતા, સુરક્ષા ની વ્યવસ્થા માટે હોસ્પિટલ પ્રસાશન દ્વારા રાજ્ય સરકારની પરવાનગી હેઠળ ટેન્ડર પ્રક્રિયા અંતર્ગત આઉટસોર્સિંગ કર્મચારીઓને તમામ કામગીરી આપવામાં આવે છે અગાઉ ભાવનગર ના નાકરાણી એન્ટરપ્રાઇઝ ને ઘણા વર્ષો સુધી સુરક્ષા,સફાઇનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો જેમાં કામ કરતા કર્મચારીઓ નુ પગાર તથા તેઓના પ્રોવિડન્ટ ફંડ જેવા લાભોમા શોષણના આક્ષેપો થતાં વિવાદ રાજ્યના આરોગ્ય વિભાગ સુધી પહોચ્યો હતો જેના કારણે બે વર્ષ અગાઉ નાકરાણી અને સોલંકીનો કોન્ટ્રાક્ટ એસ.એસ.જી.હોસ્પિટલમાથી હટાવી દેવામાં આવ્યો હતો અને ટેન્ડર પ્રક્રિયા અંતર્ગત રજસ એન્ટરપ્રાઇઝ ને આઉટસોર્સિંગ કોન્ટ્રાકટર આપવામાં આવ્યો હતો જેમાં હાલમાં સિક્યુરિટી ના 75 કર્મચારીઓ કામ કરે છે તથા સફાઇ કર્મીઓ અને અન્ય મળીને છસ્સો જેટલા કર્મચારીઓ કામ કરી રહ્યાં છે. રજસ એન્ટરપ્રાઇઝ ગાંધીનગર ની એજન્સી છે જેનું સંચાલન દિલીપ જોગડિયા કરે છે. છેલ્લા બે મહિનાથી એસ.એસ.જી.હોસ્પિટલમા કામ કરતા વર્ગ -4 ના કર્મચારીઓ ને મોડો પગાર કરવામાં આવે છે જેના કારણે કર્મચારીઓ પોતાના બેંક લોનના હપ્તા કે અન્ય ખર્ચમાં તકલીફ પડી રહી છે ગત મહિને આગલા મહિનાનો 23 તારીખે પગાર કરવામાં આવ્યો હતો જ્યારે ગત મહિનાનો પગાર હજી સુધી ન થતાં આજે વર્ગ -4ના 560 જેટલા કર્મચારીઓ દ્વારા એસ.એસ.જી. હોસ્પિટલના હેડ ઓફિસ ખાતે હડતાળનું શસ્ત્ર ઉગામ્યું હતું

Related posts

વડોદરા શહેરમાં વાદળછાયું વાતાવરણ રહેતા લોકોને શિયાળામાં ગરમીનો અનુભવ થયો

admin

વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો

admin

વડોદરા શહેરમાં કોડીન (નશાકારક કફ સીરપ) નો ગેરકાયદેસર રીતે સંગ્રહ અને વેપાર કરતા બે ઇસમને પકડી પાડતી વડોદરા શહેર એસ.ઓ.જી.

admin

Leave a Comment