43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરા જિલ્લોસાવલી

સાવલી નગર અને તાલુકામાં મુસ્લિમ બિરાદરો દ્વારા ભારે ઉત્સાહ ઉમંગ અને શાંતિપૂર્ણ ઇદ ઉલ ફિતરની ઉજવણી

સાવલી પંથકમાં ઇદ ઉલ ફિતર ની ઉજવણી કરાઈ

સાવલી નગર અને તાલુકામાં ઈદ ઉલ ફિત્રની મુસ્લિમ બિરાદરો દ્વારા ભારે ઉત્સાહ ઉમંગ અને શાંતિપૂર્ણ તેમજ કોમી એખલાસ ભર્યા વાતાવરણમાં ઉજવણી ઇદગાહ ખાતે ઇદ ની નમાઝ પઢી એક બીજા ને ગળે મળી ઇદ ની શુભેચ્છા પાઠવી કરવામાં આવી હતી

ઇસ્લામ ધર્મ ના પાંચ મુખ્ય ફર્ઝ પૈકી એક પવિત્ર રમજાન માસ ના રોજા રાખીને મુસ્લિમો એ અલ્લાહ ની બંદગી કરી હતી ગતરોજ સંધ્યા એ ચાંદ ના દર્શન કરી આજે ઈદ મનાવી હતી વહેલી સવારથી જ તાલુકાના મુસ્લિમ બિરાદરો નવા કપડાં પહેરીને ખુશ્બુ છાંટીને ઇદગાહો તેમજ મસ્જિદોમાં ઉમટી પડ્યા હતા અને મસ્જિદમાં ઈદુલ ફીત્ર ની વિશેષ નમાજ અદા કરીને ઇદ ની ઉજવણી કરવામાં આવી હતી સાવલી શહેર તેમજ પંથકના ગોઠડા ટુંડાવ કરચિયા મંજુસર રાણીયા પાલડી લસુન્દ્રા ડેસર પાંડુ સહિતના મુસ્લિમવસ્તી વાળા ગામોમાં પણ મુસ્લિમ બિરાદરોએ ભારે ઉત્સાહ અને કોમી એકલાસ ભર્યા વાતાવરણમાં ઈદની ઉજવણી કરી હતી આ પ્રસંગે હિન્દુ અગ્રણીઓએ પણ મુસ્લિમ બિરાદરોને ઈદગાહ તેમજ મસ્જિદોમાં જઈને ઈદની શુભેચ્છા પાઠવી હતી આ વેળાએ ભારે કોમી એખલાસના દ્રશ્યો સર્જાયા હતા ઇદ ની નમાઝ બાદ કોમી એકતા દેશની ઉન્નતિ અને સમગ્ર દેશમાં ભાઈચારો જળવાઈ રહે અને ભારત દેશ વિશ્વ ગુરુ બને તે માટે દુઆએ ખાસ ગુજારવામાં આવી હતી તાલુકાના તમામ મુસ્લિમ બિરાદરો ઈદ ની ઉજવણીમાં વ્યસ્ત જણાતા હતા અને ભારે ભક્તિ ભાવ ભર્યા વાતાવરણમાં અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ઈદનું પર્વ સંપન્ન થયું હતું

Related posts

વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજવા સરોવર થી નિમેટા સુધી નવી નળીકા બદલવાની કામગીરી પૂર્ણ

admin

વડોદરા શહેરમાં મોડિફાઇડ સાયલેન્સર પર રોલર ફેરવી તેને નાશ કરવામાં આવ્યો

admin

ડભોઇ તાલુકાના હોળી-ધૂળેટીના પર્વે નર્મદામાં ચાણોદ અને કરનાળી સ્નાન પર સખત પ્રતિબંધ ‌

admin

Leave a Comment