Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરમાં મોડિફાઇડ સાયલેન્સર પર રોલર ફેરવી તેને નાશ કરવામાં આવ્યો

વડોદરા શહેરમાં વધતા અવાજ પ્રદૂષણ અને ટ્રાફિક નિયમોના ભંગ સામે વડોદરા પોલીસે કડક વલણ અપનાવ્યું છે. બુલેટ સહિતના વાહનોમાં લગાવવામાં આવતા મોડિફાઇડ સાયલેન્સર સામે કાર્યવાહી કરતા ટ્રાફિક પોલીસની પશ્ચિમ ઝોનની કચેરી બહાર 108 મોડિફાઇડ સાયલેન્સર પર રોલર ફેરવી તેને નાશ કરવામાં આવ્યા હતા.

આ કાર્યવાહી દરમિયાન જપ્ત કરાયેલા સાયલેન્સરથી નોઈશનું ચિન્હ બનાવી સંપૂર્ણપણે નાશ કરાયો હતો. પોલીસ દ્વારા બુલેટ ચલાવનારાઓને સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે અવાજ પ્રદૂષણ ફેલાવનારા વાહનો સામે આગળ પણ કડક કાર્યવાહી ચાલુ રહેશે. પોલીસે અત્યારસુધી કોર્ટની મંજૂરી લઈ કુલ 506 મોડિફાઇડ સાયલેન્સરનો નાશ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

આ દરમિયાન શહેરના કાલાઘોડા સર્કલ પાસે સરપ્રાઇઝ ચેકિંગ પણ હાથ ધરાયું હતું. જેમાં પોલીસ કમિશનર જાતે ઉપસ્થિત રહ્યા હતા. સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન વાહન ચાલકોને ટ્રાફિક નિયમો અંગે સમજ આપવામાં આવી હતી અને નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી હતી.

આ સમગ્ર કાર્યવાહીમાં પોલીસ કમિશનર, જોઇન્ટ પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ કમિશનરે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે આગામી સમયમાં પણ મોડિફાઇડ સાયલેન્સર લગાવનારા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.

Related posts

રાજ્યમાં કથળી વ્યવસ્થાને પગલે વડોદરા શહેર પોલીસે એક્શનમાં આવી

admin

વડોદરા શહેરના જામ્બુઆ વિસ્તારના હેર સલૂનમાં થયેલી હત્યાનો મુખ્ય આરોપી ઝડપાયો

admin

વડોદરા શહેરના એમ.જી.રોડ ઉપર આવેલા ચકાભાઇ જ્વેલર્સમાંથી એક ગઠ્યો સોનાની વીંટી લઈને ફરાર

admin

Leave a Comment