40.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરમાં મોડિફાઇડ સાયલેન્સર પર રોલર ફેરવી તેને નાશ કરવામાં આવ્યો

વડોદરા શહેરમાં વધતા અવાજ પ્રદૂષણ અને ટ્રાફિક નિયમોના ભંગ સામે વડોદરા પોલીસે કડક વલણ અપનાવ્યું છે. બુલેટ સહિતના વાહનોમાં લગાવવામાં આવતા મોડિફાઇડ સાયલેન્સર સામે કાર્યવાહી કરતા ટ્રાફિક પોલીસની પશ્ચિમ ઝોનની કચેરી બહાર 108 મોડિફાઇડ સાયલેન્સર પર રોલર ફેરવી તેને નાશ કરવામાં આવ્યા હતા.

આ કાર્યવાહી દરમિયાન જપ્ત કરાયેલા સાયલેન્સરથી નોઈશનું ચિન્હ બનાવી સંપૂર્ણપણે નાશ કરાયો હતો. પોલીસ દ્વારા બુલેટ ચલાવનારાઓને સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે અવાજ પ્રદૂષણ ફેલાવનારા વાહનો સામે આગળ પણ કડક કાર્યવાહી ચાલુ રહેશે. પોલીસે અત્યારસુધી કોર્ટની મંજૂરી લઈ કુલ 506 મોડિફાઇડ સાયલેન્સરનો નાશ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

આ દરમિયાન શહેરના કાલાઘોડા સર્કલ પાસે સરપ્રાઇઝ ચેકિંગ પણ હાથ ધરાયું હતું. જેમાં પોલીસ કમિશનર જાતે ઉપસ્થિત રહ્યા હતા. સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન વાહન ચાલકોને ટ્રાફિક નિયમો અંગે સમજ આપવામાં આવી હતી અને નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી હતી.

આ સમગ્ર કાર્યવાહીમાં પોલીસ કમિશનર, જોઇન્ટ પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ કમિશનરે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે આગામી સમયમાં પણ મોડિફાઇડ સાયલેન્સર લગાવનારા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.

Related posts

ઇગ્લીશ દારૂ લાવીતી બે મહીલા તથા દારૂની ડીલેવરી કરવા જતા બે ઇસમોને રીક્ષા સાથે ઝડપાયા

admin

મેલડી માતાના પ્રાગટ્ય દિવસે માંડવીમાં ભક્તોનું ઘોડાપૂર, કેક કાપીને કરાઈ અનોખી ઉજવણી

admin

સાવલીના ગાયત્રી મંદિરથી ધર્મ રક્ષાસમિતી દ્વ્રારા આયોજિત 7 મી રથયાત્રાનું પ્રસ્થાન

admin

Leave a Comment