MP થી ઇગ્લીશ દારૂ લાવીતી બે મહીલા તથા દારૂની ડીલેવરી કરવા જતા બે ઇસમોને રીક્ષા સાથે ઝડપી પાડતી, વડોદરા શહેર, પી.સી.બી ની ટીમ. ગુજરાત માં દારૂ બધી છતાં બૂટલેગરો દ્રારા અવનવી તરકીબો થી દારૂ ધૂસેડવામાં આવે છે અને પોલીસ દ્વારા દારૂ નો જથ્થો ઝડપી પાડવામાં આવે છે તેવામાં
પોલીસ કમિશ્નર નરસિમ્ફા કોમાર ના માર્ગદર્શન મુજબ વડોદરા શહેરમાં પ્રોહી જુગારની અસામાજીક પ્રવૃતિ કરતા તત્વો અંગે માહીતી મેળવી પ્રોહી – જુગારના સફળ કેસો કરી આ પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા માટેની સુચના કરેલ હોય જે સૂચના આધારે પી.સી.બી.ના એ.એસ.આઇ ને બાતમી ના આધારે રણોલી, ગણેશનગરમાં રહેતો વિજયભાઈ ભગવાનભાઇ પરમારનાએ પોતાના આર્થીક ફાયદા માટે પ્રતિબંધીત ઇગ્લીશ દારૂનો જથ્થો પોતાની પત્ની પાયલ તથા સાસુ ગૌરીબેન નાઓ થકી એમ.પી. ખાતેથી મંગાવેલ છે, અને જે બન્ને મહીલાઓ આ દારૂ રીક્ષાઓમાં લઇ રણોલી, ભગવાન પાર્ક સોસાયટી, સામે આવનાર છે. અને આ વિજય તેની આર.ટી.ઓ નંબર પ્લેટ વગરની કાળા કલરની એકટીવા લઇ દારૂ ભરી આવી રહેલ રીક્ષાઓનુ પાયલોટીંગ કરી રહેલ છે.” જે હકીકત આધારે માહીતી વાળી જગ્યાએ ચકાસણી કરી બે-મહીલા તથા બે-રીક્ષા ચાકલ સાથે પાકડી પાડી જવાહરનગર પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન એકટ અનવ્યે ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને દારૂના જથ્થા અને રૂા.૫,૬૭,૬૨૦ નો કુલ મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપીઓ ની સામે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે

