41.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
જુનાગઢ જિલ્લોવિસાવદર

વિસાવદરમાં રામનવમી અને સ્વામિનારાયણ જન્મોત્સવે ભવ્ય શોભાયાત્રા, સૌહાર્દનો સંદેશ

જૂનાગઢ જિલ્લાના વિસાવદર શહેરમાં રામનવમી તથા સ્વામિનારાયણ ભગવાનના જન્મોત્સવ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ દ્વારા સંયુક્ત રીતે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

શોભાયાત્રા રામમંદિર ચોકથી પ્રારંભ થઈ શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ ફરી રામમંદિર ખાતે પૂર્ણ થઈ હતી. આ યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને સમગ્ર શહેર ભક્તિમય બની ગયું હતું.

વિશેષ નોંધનીય બાબત એ રહી કે વિવિધ સામાજિક સંસ્થાઓ સાથે મુસ્લિમ સમાજ દ્વારા પણ શરબત વિતરણ કરવામાં આવ્યું હતું, જે સમાજમાં સૌહાર્દ અને એકતાનો સુંદર સંદેશ આપે છે.

આ પ્રસંગે શહેરમાં ધાર્મિક અને સામાજિક એકતાનો માહોલ સર્જાયો હતો અને તહેવાર ભવ્યતા સાથે ઉજવાયો હતો.

Related posts

વિસાવદર શ્રીસ્વામિ નારાયણ ગુરુકુલ ખાતે “શિક્ષક દિન”નિમિતે બેસ્ટ પ્રિન્સિપાલ તરીકે કુ.વૈભવી જોશીને સ્કૂલ તરફથી એવોર્ડ

admin

વિસાવદરમાં ગરમીનું ભારે ઉકલાંટ બાદ થયું વરસાદનું આગમન

admin

વિસાવદર ચૂંટણી જીત્યા પછી ગોપાલભાઈ ઇટાલીયાનો ભવ્ય રોડ શો.

admin

Leave a Comment