Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરમાં PCB પોલીસે વિદેશી શરાબના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો

માહિતી મુજબ, કુમેદાન ફળિયામાં આવેલ વૈદેહી હોમ્સના D-302માં રહેતો હિમાંશુ ઉર્ફે ભઈલુ કહાર વિદેશી શરાબના વેપારમાં સંડોવાયેલો હોવાની બાતમી મળી હતી. જેના આધારે PCB પોલીસ દ્વારા પો.ઈ.સી.બી ટંડેલના માર્ગદર્શન હેઠળ ટીમે સ્થળ પર છાપો માર્યો હતો.

છાપા દરમિયાન હિમાંશુની અલ્ટો કારમાંથી રૂ. 31,200 કિંમતની વિદેશી શરાબની 96 બોટલ મળી આવી હતી. પોલીસે કાર સહિત કુલ રૂ. 1,31,200નો મુદામાલ કબ્જે કરી હિમાંશુને ઝડપી પાડ્યો હતો.

બાદમાં PCB પોલીસે આરોપી અને જપ્ત માલને વધુ કાર્યવાહી માટે રાવપુરા પોલીસને સોંપ્યા હતા. રાવપુરા પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

શહેરના ભરચક વિસ્તારમાં આટલી મોટી માત્રામાં વિદેશી શરાબ ઝડપાતા સ્થાનિક રહીશોમાં નારાજગી જોવા મળી રહી છે.

Related posts

વડોદરામાં MGVCLની મેગા ડિસકનેક્શન ડ્રાઇવ, બાકી વીજ બિલ ધરાવતા ગ્રાહકો સામે કાર્યવાહી

admin

સ્વેજલ વ્યાસને આપવામાં આવેલી નોટિસ મુદ્દે ચર્ચા, લોકશાહી હક્કોને લઈને પ્રશ્નો ઉઠ્યા

admin

મારુતિ લાઇનિગ એન્ડ ફર્નિચરની દુકાનમાં આગ લાગતાં અંદાજે પંદર લાખના ફર્નિચર સહિત સામાન આગમાં બળીને ખાખ

admin

Leave a Comment