Genius Daily News
ગુજરાતવડોદરાવડોદરા જિલ્લો

દંતેશ્વર ગામમાં દેશી અને વિદેશી દારૂ કાયમી ધોરણે બંધ કરવવા બાબતે સ્થાનિક રહીશોએ પોલીસ ભવન ખાતે આવેદનપત્ર આપ્યું.

વડોદરાના દતેશ્વર ગામમાં ડેરાવાળા ફળીયામાં દેશી અને વિદેશી દારુનો ધંધો બેફામ ચાલી રયો છે. દારૂનો ધંધો કરનારના નામ ગીતાબેન નટવરભાઇ પઢિયાર, અજયભાઇ નટવરભાઇ પઢિયાર, ઇશ્વરીબેન સિકંદરભાઇ રાજપુત, સુનિલભાઇ અરવિંદભાઇ પઢિયાર. આ ચાર નામના લોકો દેશી અને વિદેશી દારૂનો ધંધો કરે છે જેને કારણે ફળિયામાં ઝઘડા થતા રહે છે અને અભદ્ર શબ્દોથી લોકો સાથે વાતચીત કરી ઝઘડો કરે છે, લોકસભાની ચુંટણી, વિધાનસભાની ચુંટણી અને કોર્પોરેશનની ચુંટણી જે તે સમયે હોય છે ત્યારે આચાર સંહિતા હોવા છતાં દારૂનો ધંધો કરે છે અને મકરપુરા પોલીસ સ્ટેશન તરફથી કોઇપણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવતી નથી અને અવાર નવાર છેલ્લા કેટલાય વર્ષોથી મકરપુરા પોલીસ સ્ટેશનમાં વારંવાર દંતેશ્વર ગામના નાગરીકોએ ફરીયાદ કરેલ છે તે છતાંય દારૂનો ધંધો બંધ થતો નથી હાલ તા.૧૮-૩-૨૦૨૪ ના રોજ મકરપુરા પોલીસ સ્ટેશનમાં FIR કરેલ છે. સ્થાનિક મહિલાએ જણાવ્યું કે પોલીસ કમિશનરને આવેદનપત્ર આપ્યું છે ઉપર બતાવેલ ચાર વ્યકિત જે દારૂનો ધંધો કરે છે તેઓ ઉપર કાયદેસર કડક કાયવાહી કરી આ લોકોને તડીપાર કે પાસા કરો એવી દંતેશ્વર ગામના નાગરીકોની માંગ છે અને કાયમી ધોરણે દારૂનો ધંધો બંધ કરાવી જેથી દંતેશ્વરગામના ડેરાવાળા ફળિયામાં શાંતિ, સુરક્ષા અને સલામતી બની રહે તેવી માંગ કરી હતી…

Related posts

દશેરાને લઈ આરોગ્ય વિભાગ હરકતમાં,મકરપુરામાં દુકાનમાં ચોખ્ખાઈ નહીં હોવાથી નોટિસ ફટકારી

admin

વડોદરાના કાલાઘોડા નજીક બ્રિજ પરથી વિશ્વામિત્રી નદીમાં પડતું મૂકનારનો મૃ-તદેહ મુંજમહુડા વિશ્વામિત્રી નદીમાંથી મડયો

admin

વડોદરાના વારસિયા વિસ્તારમાં આવેલ પ્રેમ પ્રકાશ આશ્રમ ખાતે મંદિરના સાંઈ મુકેશ સાંઈના જન્મદિવસની ઉજવણી

admin

Leave a Comment