પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓમાં પ્રવેશ ઉત્સવની ઉજવણી થવા જઈ રહી છે વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં આગામી 26 27 અને 28 જૂન 2024 દરમિયાન પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવ્યો છે. શાળા પ્રવેશોત્સવ દ્વારા દીકરીઓના શાળા છોડવાના પ્રમાણમાં ઘટાડો શ થાય તથા દીકરાઓ અને દીકરીઓ એક સમાન રીતે શાળામાં પ્રવેશ મેળવે અને અભ્યાસ કરી એક ઉજવળ ભવિષ્યની સાથે સાથે એક સ્વાસ્થ્ય અને સક્ષમ ભારતની રચના થાય તેવા પ્રયત્નો કરવામાં આવ્યા છે. વર્ષોથી ઉજવવામાં આવતા શાળા પ્રવેશોત્સવ ના કારણે બાળકોના પ્રવેશનું પ્રમાણ 100% પહોંચવા આવ્યું છે જ્યારે શાળા છોડવાનું પ્રમાણ એક ટકાથી પણ ઓછું થયેલ છે જે ગુજરાત રાજ્ય માટે એક ઉપલબ્ધિ સમાન છે. આ શાળા પ્રવેશોત્સવ દરમિયાન બાલવાટિકામાં 2704 બાળકોને અને ધોરણ 10 માં અંદાજિત 1780 બાળકોને વિવિધ મહા અનુભવોની હાજરીમાં પ્રવેશ આપવામાં આવનાર છે આ શાળા પ્રવેશ ઉત્સવની ઉજવણીમાં રાજ્ય સરકાર દ્વારા વડોદરા મહાનગર કક્ષાએ વિવિધ મહાનુભવો અને સામાજિક અગ્રણીઓની હાજરી માટે સૂચન કરવામાં આવ્યું છે આથી મહા અનુભવો આગામી તારીખ 26 27 ને 28 2024 દરમિયાન વિવિધ શાળાઓમાં હાજરી આપી બાલવાટિકા તથા ધોરણ એકમાં નવીન પ્રવેશપાત્ર બાળકોને શાળામાં આવકાર છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા એક શૈક્ષણિક કીટ આપવામાં આવનાર છે જેમાં બેગ, વોટર બેગ, નોટબુક, પેન્સિલ, રબર,સંચો,ફૂટપટ્ટી, કંપાસ, વોટરબેગ, બુટ, મોજા, ગણવેશ જેવી વિવિધ સામગ્રીઓનો સમાવેશ થાય છે.

