છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાનાં કુકાવતી ગામ પાસે આવેલ લો લેવલના કોજ વે ઉપર પાણી ફરી વળતા સૂકા પૂરા ગામ તેમજ વેગીનાર ગામના લોકો ગામની બહાર લો લેવલ ના કોઝ વે ઉપર પાણી ઉતરે તેની રાહ જોઈને બેઠા છે. જ્યારે શાળા ઓમા શિક્ષકો પણ પહોંચી શક્યા ન હતા. જ્યારે નસવાડી ખાતે અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓ પણ આવી શક્યા ન હતા. વર્ષોથી આ સમસ્યા છે. પરંતુ સરકાર બ્રિજ બનાવતી નથી. અશ્વિન નદી બે કાંઠે વહી રહી છે.
ખેડૂતો સામે ના કિનારે જમીનો ધરાવે છે. તેઓ ખેતર પણ જઈ શક્યા ન હતા. જ્યારે પશુ ઓનું દૂધ પણ ડેરીમાં ભરી શક્યા ન હતા.

