છોટાઉદેપુર નગરમાં આવેલું કુસુમ સાગર તળાવ રાજા રજવાડાઓના સમયથી છોટાઉદેપુરની શોભા વધારી રહ્યું છે. પરંતુ હાલ ઘણા વર્ષોથી છોટાઉદેપુરની શોભા ગણાતું કુસુમ સાગર તળાવ ભારે ગંદકી અને નફ્ફટ વેલોથી ખદબદી રહ્યું છે. જેના કારણે નગરની શોભા ઉપર ઘણા સવાલો ઉઠ્યા હતા. તળાવને ચોખ્ખું કરાવવામાં ન આવતા અને વારંવાર તળાવની સાફ-સફાઈ બાબતે નાણા નો દુરુપયોગ થતો હોય જેથી ગંભીર આક્ષેપો થતા હતા. અને પુનઃ કામગીરી ન થતા વારંવાર ગંદકીથી કુસુમ સાગર તળાવ હાલ ખદબદી રહ્યું છે. અસહ્ય ગંદકી અને દુર્ગંધથી તળાવ કાંઠા વિસ્તારમાં નિવાસ કરતી પ્રજા તથા વેપાર કરતા વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે છોટાઉદેપુર નગરની શોભા ગણાતું કુસુમ સાગર તળાવની શોભા હાલ બગડી ગઈ છે. જેનો વહીવટ હાલ નગરપાલિકા કરતી હોય પરંતુ નગરપાલિકા દ્વારા કુસુમ સાગરની સફાઈની કામગીરી માટે રૂપિયા 50 લાખ નો ખર્ચ કરવામાં આવશે. અને તળાવ ની ગંદકી બહાર કાઢી તળાવ ચોખ્ખું કરવામાં આવશે. નગરમાં આવેલું તળાવ પાંચ વર્ષ માટે હંમેશા ચોખ્ખું રહે તે માટે રૂપિયા 50 લાખ નો ખર્ચ નગરપાલિકા દ્વારા કરવામાં આવશે. અને પાંચ વર્ષ સુધી તળાવ ચોખ્ખું રાખવાની જવાબદારી જે તે એજન્સીની રહેશે. તેવી મહત્વની કામગીરી અંગે નગરપાલિકા દ્વારા નિર્ણય લેવામાં આવતા પ્રજામાં આનંદની લાગણી ફેલાઈ છે.
છોટાઉદેપુર નગરમાં કુસુમ સાગર તળાવ ની હાલ બ્યુટીફિકેશનની કામગીરી હાલ અંદાજે રૂપિયા 3 કરોડ 50 લાખના ખર્ચે ચાલી રહી છે. સાથે સાથે ટેન્ડરની અંદર કુસુમ સાગર તળાવમાં ઊગી નીકળેલી નફ્ફટ વેલ અને ગંદકી નો ઉલ્લેખ ન હોય જેના માટે પાલિકા દ્વારા અલગથી રૂપિયા 50 લાખનો ખર્ચ કરી 5 વર્ષ માટે નિયમિત તળાવ ચોખ્ખું રહે તે માટેની કામગીરી કરવામાં આવશે. અને પ્રજાને તળાવ કિનારે બેસવામાં અને હરવા ફરવામાં પહેલાના અગાઉના વર્ષોની જેમ આનંદ આવશે. અને નગર પાલિકા દ્વારા હવે કુસુમ સાગર તળાવની કામગીરી કરવામાં આવશે. જેને લઈને છોટાઉદેપુર નગર સહિત જિલ્લા વાસીઓમાં ખુશી જોવા મળી છે.

