પાણી જન્ય રોગોમાં પાણીપુરીની લારીઓ પાર ખોરાક શાખા દ્રારા લાલ આંખ કરવામાં આવી. વાઘોડિયા રોડ પર આવેલ પાણીપુરીના વિક્રેતાઓની લારીઓ ઉપર ચેકીંગ હાથ ધરવામાં આવ્યું. શહેરમાં રોગચારો વધતા હવે પાણીપુરી પર તવાઈ. વડોદરામાં રોગચાળો વધી રહ્યો છે ત્યારે વડોદરા મહાનગર પાલિકાનું ઉંઘતુ તંત્ર સફાળું જાગ્યું છે અને રોગચાળાને રોકવા હવે દોડાદોડ કરી રહ્યું છે. ત્યારે પાલિકા આરોગ્ય વિભાગની ટીમોએ પાણીપુરીની લારીઓ પર તવાઈ બોલાવી છે.આજરોજ વાઘોડીયા રોડ પર પાણીપુરી વેંચતા લારીઓ પર ચેકીંગ કરવામાં આવ્યું હતું.પાણીજન્ય રોગોને લઈ અથાઈ રહેલુ ચેકીંગ માત્ર દેખાવ પૂરતું હોવાનું પણ લોકોને લાગી રહ્યું છે.
previous post

