Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

ખેડા જીલ્લાના નડીયાદ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી છેતરપીંડી કરી વાહન લઇ ભાગી ગયેલ ઇસમને ઇક્કો ગાડી સાથે ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

ઇમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ મિલકત સંબંધી વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને સુચના કરેલ…… જે અન્વયે વી.એસ.ગાવિત પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રાહે બાતમી હકીકત મેળવવા સમજ કરેલ જે અનુસંધાને આજરોજ એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓ સંખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન અંગત બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકીકત મળેલ કે, એક સફેદ કલરની મારૂતી ઇક્કો ફોર વ્હીલર ગાડી લઇને એક ઇસમ વડોદરા થી બોડેલી તરફ આવી રહેલ છે જે હકીકત આધારે ગોલા ગામડી ચાર રસ્તા પાસે વોચ નાકા બંધી કરી ઇક્કો ફોર વ્હીલર ગાડી સાથે ચાલકને પકડી પાડી ગાડીની માલીકી અંગે આધાર-પુરાવો માંગતા તેની પાસે કોઇ આધાર પુરાવો મળી આવેલ નહી જેથી પોકેટકોપ મોબાઇલમાં ચેચીસ નંબર તથા એન્જીન નંબર ઉપરથી સર્ચ કરતા તેનો સાચો રજી. નં GJ-06-PL-4013 જણાઇ આવેલ તે સફેદ કલરની મારૂતી ઇક્કો ફોર વ્હીલર ગાડીના માલીકનો સંપર્ક કરતા તેમણે ઇક્કો ફોર વ્હીલર – ડભાણ ચોકડીથી છેતરપીંડી કરી ગાડી લઇ ભાગી ગયેલ હોવાનું જણાવેલ જે અંગે નડીયાદ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં એ-પાર્ટ ૧૧૨૦૪૦૪૫૨૦૪૨૫૪-૨૦૨૪ બી.એન.એસ કલમ-૩૧૮(૪) મુજબનો ગુનો દાખલ કરાવેલ છે.જેથી પકડાયેલા ઇસમોને ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૫(૧)(ઇ) મુજબ છ અટકાયત કરી વધુ કાર્યવાહી અર્થે સંખેડા પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.

રિપોર્ટર મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા નગરજનોની સુવિધા માટે હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો

admin

છોટાઉદેપુર જિલ્લા ટ્રાફિક પોલીસ છોટાઉદેપુર પોલીસ તેમજ નેત્રમ શાખા દ્વારા છોટાઉદેપુર નગરમાં આવતીકાલે લોક અદાલતના અનુસંધાને વાહન ચેકિંગ ઈ ચલન રિકવરી કરવામાં આવી

admin

છોટાઉદેપુર શહેરના હૃદયસ્થાને આવેલું નગરપાલિકાનું મલ્ટી પર્પઝ શોપિંગ કોમ્પ્લેક્સને લીલી ઝંડી

admin

Leave a Comment