33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના હાથીખાના ગેંડા ફળિયામાં છેલ્લા કેટલાક સમયથી ડ્રેનેજ ઉભરાવાની સમસ્યા

વડોદરા શહેરના હાથી ખાના ગેંડા ફળિયામાં છેલ્લા કેટલાક સમયથી ડ્રેનેજ ઉભરાવાની શમસ્યા છે. વિસ્તારમાં કોલેરા અને ઝાડા ઉલટી ના કેસો ઘરે ઘરે થઈ ગયા છે. પાલિકાના ચેરમેન નો વોર્ડ હોવા છતાં કોઈપણ કામગીરી કરવામાં આવતી નથી. વડોદરાના પ્રથમ નાગરિક અને ચેરમેન સાંભળી લે કે તમને વડોદરા શહેરમાં કોઈ ઓળખતું નથી.

વડોદરા શહેર એ સ્માર્ટ સિટી તરફ આગળ વધી રહ્યું છે. શહેરમાં છેલ્લા કેટલાક વખતથી એક તરફી શાસન ચાલી રહ્યું છે. પરંતુ તંત્ર નાગરિકોને પ્રાથમિક સુવિધા આપવામાં તદ્દન નિષ્ફળ ગયું છે. વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદે માજા મૂકી છે. ગત 24 જુલાઈ બુધવારના રોજ વડોદરા શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં શહેર જળબંબાકાર થઈ ગયું હતું. શહેરમાં ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાઇ હતી. હજુ પણ મોટાભાગના વિસ્તાર એવા છે કે જ્યાં પાણી ઓસરિયા નથી. પાણીના ઉતરતા રોગચાળાની ભીતિ પણ સર્જાય છે. મહત્વનો તો એ છે કે વડોદરા શહેરના નાગરિકો એ પણ જાણતા નથી કે મેયર અને ચેરમેન અને કોર્પોરેટર કોણ છે. જે ખૂબ શરમજનક કહેવાય. કારણ કે મેયર -ચેરમેન અને કોર્પોરેટર પોતાના મતવિસ્તારમાં જતા નથી. અને કામો કરતા નથી તો નાગરિકો એમને કેવી રીતે ઓળખે. વડોદરા શહેરના સ્થાયી સમિતિના ચેરમેનના શીતલ મિસ્ત્રી ના વોર્ડમાં ગંદકીની ભરમાર. હાથી ખાના ગેંડા ફળિયામાં વરસાદનું પાણી હજુ પણ ન ઉતરતા. ગંદકી ફેલાઈ છે. ડ્રેનેજની લાઈન ઉભરાય છે પરંતુ તંત્ર દ્વારા કોઈપણ કામગીરી કરવામાં આવતી નથી. વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં કોઈપણ કામગીરી કરવામાં આવતી નથી. નાગરિકોને તો એ પણ નથી ખબર કે મેયર – ચેરમેન અને કોર્પોરેટર કોણ છે. સ્થાનિકોનું કહેવું છે કે જ્યારે પણ રજૂઆત કરીએ ત્યારે જેસીબી આવે છે ખોદકામ કરીને જતો રહે છે પણ તેનો કોઈ નિકાલ કરવામાં આવતો નથી. ઘરો ઘરોમાં ઝાડા ઉલટી ના કેસો વધી ગયા છે. કોલેરા પણ ફાટી ગયો છે ને રોગચાળાની ભીતિ છે. અત્યારે વરસાદ બંધ છે જો પાલિકા દ્વારા કામગીરી કરવામાં આવે તો સારું છે. હજી સુધી વરસાદી પાણી ઉતર્યા નથી. અને જો ફરી વરસાદ પડે તો કામગીરી થઈ શકે નહીં. જેથી વરસાદ બંધ છે તો તાત્કાલિક ધોરણે પાલિકા દ્વારા કામગીરી કરવામાં આવે એવી અમારી માંગ છે.

Related posts

વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં દશામાં તળાવ પાસેનું દબાણ દૂર કરાયું

admin

ગાંધી જયંતી નિમિત્તે નાગરિક સંરક્ષણ દળ દ્વારા સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત માર્ગ પર પડેલા કચરાની સાફ-સફાઈ કરવામાં આવી

admin

વડોદરા શહેરના અટલાદરા ચેકપોસ્ટ પાસેથી પસાર થઈ રહેલી એક કાર ભુવામાં ખાબકી

admin

Leave a Comment