Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઇ તાલુકા વહીવટી તંત્ર ડભોઇ તેમજ એસ ડી આર એફ વડોદરા ના સંયુક્ત ઉપક્રમે યાત્રાધામ ચાંદોદ ખાતે આપદા મિત્રોની એક દિવસીય રિફ્રેશર તાલીમ શિબિર યોજાઈ

ગુજરાત સરકાર અને ભારત સરકારના એનડીએમએ દ્વારા વર્ષ 2018 થી 23 દરમિયાન રાજ્યભર ના 9,354 જેટલા આપદા મિત્રોને એસ ડી આર એફ દ્વારા નિવાસી તાલીમ આપી તાલીમબદ્ધ કરવામાં આવ્યા હતા ત્યારે ચોમાસા ની ઋતુને ધ્યાનમાં રાખી તાલુકા વહીવટી તંત્ર ડભોઈ તેમજ એસ ડી આર એફ લાલબાગ વડોદરા ના સંયુક્ત ઉપક્રમે તાલીમ પામેલા 50 ઉપરાંત આપદા મિત્રો ની એક દિવસીય રિફ્રેશર શિબિર ડભોઇ તાલુકાના યાત્રાધામ ચાંદોદ ખાતે યોજવામાં આવી હતી સવારના સેશનમાં આ આપદા મિત્રો ને ડિઝાસ્ટર ની પરિસ્થિતિમાં વહીવટી તંત્રને મદદરૂપ થવા તેમજ એન ડી આર એફ અને એસ ડી આર એફ સાથે સંકલનમાં રહી પૂર બચાવ કામગીરી, રાહત વિતરણની કામગીરી, સ્થળાંતરમાં મદદરૂપ થવું, રસ્તાઓ ખુલ્લા કરવાની કામગીરી સુંદર રીતે બજાવી શકે તે અંગેની બી એન હાઇસ્કુલ ના હોલમાં મૌખિક તેમજ પ્રોજેક્ટર માધ્યમ સવિસ્તાર માર્ગદર્શન સાથે સમજ અપાઈ હતી તો બપોર ના સેશનમાં ઐતિહાસિક મલ્હારરાવ ઘાટના નર્મદા કિનારે પૂર બચાવ કામગીરી, પ્રાથમિક સારવાર જેવા વિષયોમાં ની પ્રત્યક્ષ તાલીમ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું આ એક દિવસીય કેમ્પમાં ડભોઇ મામલતદાર ડીવી ગામિત, ઈ ધરા નાયબ મામલતદાર હિતેશ રાણા, સર્કલ ઓફિસર પ્રવીણ જોશી તેમજ એસડીઆરએફ લાલબાગ વડોદરા ના પી.એસ.આઇ કે.એસ રાઠવા અને તેઓની ટીમ ઉપસ્થિત રહી હતી

Related posts

બાળકને સાયકલ ચલાવવા બાબતે બંને કોમના ટોળા સામસામે આવી જતા મારામારી

admin

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના રાષ્ટ્રીય મંત્રી ક્ષમા બેન શર્માનો ગુજરાતના પ્રવાસ અર્થે એમ.એસ.યુનિવર્સિટી ખાતે પહોંચ્યા

admin

વર્ષ 2025 ની સંકટ ચતુર્થી નિમિત્તે વડોદરા શહેર રાવપુરા વિસ્તારમાં આવેલ શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું…..

admin

Leave a Comment