વડોદરા શહેરના કાલુપુરા વિસ્તારમાં બાળકને સાયકલ ચલાવવા બાબતે બંને કોમના ટોળા સામસામે આવી જતા મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. જોકે ઘટનાની જાણ થતા તુરંત સ્થળ પર પહોંચેલ પોલીસે કેટલાક લોકોને રાઉન્ડઅપ કરાયા છે. હાલ પરિસ્થિતિ થાળે પડી છે. અને પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. જ્યારે ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે ખસેડાઇ છે. નિયાઝ દરમિયાન સાયકલ ચલાવતો બાળક થાંભલા સાથે ભટકાયા બાદ ગેરસમજના કારણે વાત વણસી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.

