ચુડા તાલુકાનાં મોજીદડ ખાતે સામાજિક વનીકરણ વિભાગ સુરેન્દ્રનગર દ્વારા પંચરત્ન ગ્રામવાટીકા પ્રોજેક્ટ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
રણજીતસિંહ જાદવનાં 51 માં વર્ષમાં પ્રવેશ થતાં 51 વૃક્ષોનું રોપણ કરી તેને નિભાવવાની જવાબદારી લીધી હતી.
ગુજરાતને વધુ હરિયાળું બનાવવાનાં સંકલ્પ સાથે ચાર નવી યોજનાઓનો થયો પ્રારંભ કર્યો છે.1. હરિતપથ યોજના 2. પંચરત્ન ગ્રામ વાટિકા 3. અમૃત સરોવર ફરતે પંચરત્ન વાવેતર 4. નર્સરીમાં ટોલ સીડલીંગ તૈયાર કરવાનું મોડલ ઊભું કર્યું છે.
રાજય સરકાર વિવિધ સામાજિક વનીકરણની યોજનાઓ થકી વધુ હરિયાળું ગુજરાત બનાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે, ત્યારે પંચરત્ન ગ્રામવાટિકા યોજના હેઠળ સામા કાંઠા મેલડી માતાજી મંદિરથી સેજકપર જવાના રસ્તે 51 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.
સરકાર દ્વારા પંચરત્ન ગ્રામવાટિકા પ્રોજેક્ટ કાર્યક્રમ અંતર્ગત ચુડા તાલુકાનાં મોજીદડ ગામેમાં વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા અંગે સંકલ્પ કરવામાં આવ્યો. જેને લઈને ચુડાનાં મોજીદડ સામા કાંઠાવાળા મેલડીમાંનાં મંદિરે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
તેમજ સરકારનો સંકળ્ય સિધ્ધ કરવા માટે મોજીદડ ગામનાં ગ્રામજનોને રેન્જ ફોરેસ્ટ ઓફિસર વિજયસિંહ ગઢવીએ માર્ગદર્શન પુરૂ પાડીને મેલડી માતાજી મંદિર પરીસરમાં વૃક્ષો વાવીને શરૂઆત કરવામાં આવી હતી અને વન વિભાગની જુદી-જુદી યોજનાઓથી ઉપસ્થિત લોકોને માહિતગાર કર્યા હતા.
આ તકે રેન્જ ફોરેસ્ટ અધિકારી વિજયસિંહ ગઢવી તેમજ સ્ટાફે પ્રસંશનીય કામગીરી કરી હતી ત્યારે પ્રકૃતિ પ્રેમીઓ અને પર્યાવરણ પ્રેમીઓએ તેમજ લોકોએ ખાસ નોંધ લીધી હતી.
રિપોર્ટર : ભરતસિંહ પરમાર, ચુડા

