ચુડાનાં ભૃઞુપુર ગામનાં ખેડૂતોને નકલી ખાતર પધરાવી દેવામાં આવ્યું.ચુડાનાં ગોખરવાળાનાં ખેડૂત દિનેશભાઈ પરમાર સાથે છેતરપિંડી કરી નકલી ગુવારનું બિયારણનો મુદ્દો હજુ ઉકેલાયો નથી.એવામાં વેળાવદર, ભૃગુપુર સહિતનાં ગામોમાં કૃષિ પ્રધાન એનપીકે ઓ.સી. નામનું ઓર્ગેનિક ખાતર પધરાવી દેવામાં આવ્યું હતું.ત્યારે કપાસ તેમજ જુવાર જેવા પાકોની વાવણી કર્યાનાં બે મહિનાથી વધુ સમય વિતાવ્યો છતાં પણ કપાસ અને જુવારના છોડનો યોગ્ય વિકાસ થયો નથી. જેથી ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.ત્યારે ખેડૂતો નકલી ખાતર વેચાણે આપી જનારા વ્યક્તિને ફોન કરી જાણ કરી હતી ત્યારે ખાતર આપનાર વ્યક્તિના ફોન બંધ આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા.
ચુડા તાલુકામાં નકલી બિયારણ ખાતરનાં કિસ્સાઓ વધતાં સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે.નોંધનીય છે કે વેળાવદરના ખેડૂતોને નકલી ખાતર ના કિસ્સામાં ચુડા પોલીસ મથકે અરજી નોંધાવી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.ત્યારે ભૃગુપુર ગામનાં આશરે ૯ જેટલા ખેડૂતો ડુપ્લીકેટ ખાતરનો ભોગ બનતાં અનેક સવાલો ઊભા થયા છે.ત્યારે ખેડૂતોમાં ડુપ્લીકેટ ખાતરનાં મુદ્દે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે.
હવે જોવાનુંએ રહ્યું કે આ સમગ્ર ઘટનામાં ખેડૂતોને ન્યાય મળે છે કે કેમ કે પછી ભીનું સંકેલાઈ જશે.તેના પર સૌની નજર મંડાઈ રહી છે.
રિપોર્ટર : ભરતસિંહ પરમાર, ચુડા

