ગૌણ સેવા દ્વારા લેવાતી ભરતીમાં 823 જગ્યા માટે યોજાયેલી પરીક્ષા CBRT પદ્ધતિથી યોજાઇ હતી.
જેનાં વિરોધમાં ઠેરઠેર આવેદનપત્રો આપવામાં આવ્યા હતા.જેના પડઘા ચુડા ખાતે પડ્યા હતા અને ચુડા મામલતદારને આવેદનપત્ર આપી યુવાનોએ વિરોધ વ્યક્ત કર્યો હતો.
આગામી સમયમાં ફોરેસ્ટ, ગૌણ સેવા સર્વેયર, મદદનીશ ઇજનેર સહિતની ખાલી જગ્યાઓ પર ભરતી બહાર પડવાની છે.
ત્યારે CBRT પદ્ધતિને નાબૂદ કરવા અને ભરતીમાં નોર્મલાઈઝેશન કર્યા બાદ તમામ ઉમેદવારોના માર્કસ જાહેર કરવા તેમજ તમામ ઉમેદવારોના પરિણામ પીડીએફ પ્રમાણે જાહેર કરવાની માંગ કરી હતી.
CBRTમાં અનેક છબરડાના આક્ષેપ સાથે જણાવ્યું હતું કે અનેક ટેક્નિકલ ખામીઓ, ગૌણસેવા શા માટે ઓફ્લાઇન મોડથી પરીક્ષા ન લઈ શકે ?
ઉમેદવારોનો આક્ષેપ છે કે CBRT પરીક્ષા દરમિયાન અનેકવાર ટેકનિકલ ખામી જોવા મળી છે. જેથી ઉમેદવારને સમયનું નુકસાન થાય, ટેક્નિકલ ખામીને કારણે મોરલ ડાઉન થઈ જવું, નિરાશ થઈ જતા જવું જેવા કિસ્સાઓ જોવા મળ્યા છે. જેથી નિયત સમયમાં દરેક પ્રશ્નને ન્યાય આપી શકતા નથી. ઉમેદવારોનું માનવું છે કે એક જ પેપર પરીક્ષા જ બધા માટે સમાન તક અને સમાન અવસરની હોઈ શકે છે. જો GPSC, પોલીસ ભરતી બોર્ડ જેવી સંસ્થા ઓફલાઇન મોડથી પરીક્ષા લેવાનો આગ્રહ રાખતી હોઈ તો ગૌણસેવા શા માટે ઓફ્લાઇન મોડથી પરીક્ષા ન લઈ શકે ?
એકથી વધારે શિફ્ટમાં જે પેપર લેવામાં આવે છે. તેમાં પ્રશ્નોનું સ્તર જળવાતું નથી, કોઈ પેપર ખૂબ સહેલા નીકળે છે અને કોઈ પેપર ખૂબ અઘરા નીકળે છે. પછી નોર્મલાઇઝેશન મેથડ ઉપયોગ કરી જે મેરીટ યાદી તૈયાર કરવામાં આવે છે. તેમાં ગુણભાર ચોક્કસાઈથી માપી શકાતો નથી અને તુલનાત્મક માપદંડો પણ જાળવતા નથી. જેથી આ નોર્મલાઇઝેશન પદ્ધતિ ખૂબ નુકસાનકારક અને અન્યાય કરતી છે જેથી CBRT પદ્ધતિ દૂર થવી જોઈએ.
રિપોર્ટર : ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર

