ધારાસભ્ય કિરીટસિંહ રાણાની ઉપસ્થિતિમાં ચુડા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ૬૧ લીંબડી વિધાનસભાનાં તમામ હોદ્દેદારો અને ચુડા તાલુકાનાં ૩૬ ગામોમાંથી મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં .
આ પ્રસંગે કીરીટસિંહ રાણાનું તથા જયદીપસિંહ ઝાલાનું ઉમળકાભેર આવકાર્યા હતાં.
નોંધનીય છે કે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી હોવાનું બહુમાન ધરાવતી ભાજપમાં હવે નવા સંગઠન માળખાની રચનાં કરવાની કવાયત હાથ ધરી હતી.
ભાજપ દ્વારા આ વખતે સંગઠનની રચનામાં લોકશાહી પ્રક્રિયા અપનાવી છે.
આ વખતે સંગઠનની રચનામાં ભાજપે બોટમ ટુ ટોપ નીતિ અપનાવી છે.
રાજ્યભરમાં બૂથ સમિતિની રચના કરી દેવાયા બાદ ૫૮૦ મંડળો એટલે કે તાલુકા અને વોર્ડ પ્રમુખની નિયુક્તીની કાર્યવાહી હાથ ધરી હતી.
ચૂડા તાલુકા ભાજપ પ્રમુખ જયદીપસિંહ ઝાલાનાં અભિવાદન સમારોહમાં ધારાસભ્ય કિરીટસિંહ રાણા તથા જિલ્લા ભાજપ મહામંત્રી ધીરુભાઈ સિંધવ જિલ્લા ભાજપનાં ઉપાધ્યક્ષ રાજભા ઝાલા તથા ભાવેશભાઈ મકવાણા તથા તાલુકા પંચાયત પ્રમુખ તથા ઉપપ્રમુખ તથા કારોબારી ચેરમેન સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.
રિપોર્ટર : ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર

