27.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
September 22, 2024
વડોદરાવડોદરા જિલ્લો

ગુરુવારે શરૂ થયેલ વરસાદ શુક્રવારે પણ યથાવત બાદ સાંજે વરસાદ ખાબક્યો

દસ દિવસના વડોદરામાં વરસાદી વિરામ લીધા બાદ ગુરુવારે સાંજથી ધોધમાર વરસાદ શહેરમાં પડ્યો હતો અને ત્રણ કલાકના વરસાદમાં સાડા ત્રણ ઇંચ વરસાદ શહેરમાં વરસતા અનેક નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી ત્યારે શુક્રવારે ફરી એકવાર સાંજે ધમાકેદાર વલસાદ પડ્યો હતો અને ફરીવાર કેટલાક નીચાણવાળા વિસ્તારમાં વરસાદી જળભરાવ જોવા મળ્યો હતો.
વરસાદી સિસ્ટમ ફરી એકવાર સક્રિય બનતા આગામી ચાર દિવસ સુધી હજી પણ મધ્યમ થી ભારે વરસાદ પડવાની હવામાન વિભાગ તથા અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. શુક્રવારે શહેરમાં સાંજે વરસાદી હેલી શરૂ થઇ હતી અને પોણા કલાકમાં જ 4મી.મી વરસાદ ખાબક્યો હતો. કેટલાય સ્થળોએ ટ્રાફિક જામની સમસ્યાઓ સર્જાઇ હતી અને આ લખાય છે ત્યાં સુધીમાં વરસાદ ચાલુ હોય શહેરના સયાજીગંજ, રેલવે સ્ટેશન અલકાપુરી ગરનાળુ, માંડવી, લહેરીપુરા દરવાજા, કારેલીબાગ વુડા સર્કલ, મહાવીર હોલ ચારરસ્તા, વાઘોડિયારોડ પ્રભુનગર, પ્રભાત સોસાયટી, સરસ્વતી સોસાયટી, રંગ વાટિકા, પુષ્ટિપ્રભા સોસાયટી, માજીનગર, હિરાબાનગર, આયર્વેદિક કોલેજ રોડ, પ્લેટિનમ સોસાયટી, કુરેશ પાર્ક, રહેમાણી પાર્ક, અનુરાધા સોસાયટી, સંગમ ચારરસ્તા, વોર્ડ નં2 પાસે સવાદ ક્વાર્ટર, વિગેરે સ્થળોએ વરસાદી પાણીનો ભરાવ થયો હતો જેના પગલે વાહનચાલકો ને હાલાકી પડી હતી.

Related posts

વોટર વર્ક સમિતિના અધ્યક્ષને પાણીના સેમ્પલ કેટલા પાસ અને કેટલા ફેલ થાય છે તેની જાણ નથી…?

admin

પ્રિ -મોનસુનની કામગીરી અધુરી જોવા મળી યમુના મિલ ખાતે આવેલ કાસ માં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું…દર વર્ષે પહેલા વરસાદમાં જ પ્રિ -મોન્સૂનની કામગીરીની પોલ ખુલી જાય છે

admin

વડોદરા શહેરના માંજલપુર સનસીટી સોસાયટીમાં પુરના પાણી ઓસર્યા બાદ પણ પાણીનો નિકાલ ન થતાં મોરચો પાલિકા કચેરી ખાતે પહોંચ્યો

admin

Leave a Comment