36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોજેતપુર પાવી

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના છેવાડાના ગામે આવેલ વીરપુર ગામે આઝાદીની આટલા વર્ષો પછી રસ્તાઓથી વંચિત

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના છેવાડાના ગામે આવેલ વીરપુર ગામે આઝાદીની આટલા વર્ષો પછી રસ્તાઓથી વંચિત છે. વીરપુર ગામે આવેલી પ્રાથમિક શાળામાં બાળકોને પોહ્ચવા માટે ભારજ નદી માંથી પસાર થવું પડે છે. ચોમાસાના ચાર મહિના વાલીઓ બાળકોને નદી ઉતારવા આવે છે. જયારે શિક્ષકો પણ મહા મુસીબતે શાળાએ પોહચે છે.

છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુરના છેવાડાનું ગામ એટલે વીરપુર આ ગામમાં પોહ્ચવા માટે બે કિલોમીટરનો કાચો રસ્તો છે. જયારે ડુંગરની તરેંટીની વચ્ચે વસેલું ગામ આઝાદીના આટલા વર્ષોથી પણ રસ્તાથી વંચિત છે. જયારે આ પ્રાથમિક શાળા ધોરણ 1થી 8ની છે. 100થી વધુ બાળકો અભ્યાસ કરે છે. ત્યારે તેવોને શાળાએ આવા માટે નદી ઓળગીને આવું પડે છે. જયારે પાણી વધારે આવી જાય ત્યારે વાલીઓ પણ ચિંતામાં મુકાઈ છે. કારણ કે નદીના સામે કિનારાના પટેલ ફળિયાના 60થી વઘુ બાળકો શાળાએ આવતા હોવાથી તેઓને પરેશાનીનો સામનો કરવો પડે છે. અને અમુક વાર પાણી વધી જતા બાળકોને શાળા એજ બેસી રહેવાનો વારો આવતો હોય છે. અને જયારે વધુ વરસાદ પડે અને નદીમાં પાણી આવી જાય તો શિક્ષકોને શાળા એજ રોકાઈ જવું પડે છે. આવી સ્થિતિમાં શિક્ષકો ચોમાસાના ચાર મહિના ફરજ બજાવે છે. જયારે સરકાર છેવાડાના આદિવાસી વિસ્તારના બાળકોને ચિંતા કરે તે ખુબ જરૂરી બન્યું છે.

પ્રાથમિક શાળાથી મેન રોડનો બે કિલોમીટરનો કાચો રસ્તો છે. તેમાં 108 એમ્બ્યુલસ પણ આવી શકે તેમ નથી. ગામના લોકોએ આઝાદીના આટલા વર્ષો વીત્યા બાદ પણ આ ગામમા એસ.ટી.બસ પોંહચીયા નથી. ત્યારે કાચો રસ્તો હોવાથી ચોમાસાના ચાર મહિના જરૂરી ચીજ વસ્તુઓ લઇ જવામાં ભારે મુશ્કેલી પડે છે. આદિવાસી બાળકોને ચિંતા કરતી સરકાર આ વિસ્તારના બાળકોને ક્યારે મુશ્કેલી દૂર કરશે તે તો જોવાનું રહ્યું.

Related posts

ટામેટાની ખેતીમાં રોગ આવી જતા ખેડૂતોની ખેતી સદંતર નિષ્ફળ

admin

છોટાઉદેપુર સબજેલ ખાતે બ્રહ્માકુમારી વિશ્વ વિદ્યાલયની બહેનો તેમજ બંદીવાન કેદી ભાઈઓની બહેનો દ્વારા બંધીવાન કેદી ભાઈઓને રક્ષા સુત્ર બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી.

admin

છોટાઉદેપુર નગર પાલિકા ચૂંટણીને લઇ ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ જેમાં 50 જેટલા કાર્યકર્તાઓએ અલગ અલગ વોર્ડ માંથી ચૂંટણી લડવા માટે ઉમેદવારી નોંધાવી

admin

Leave a Comment