33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેર કોયલી ફળિયા યુવક મંડળ દ્વારા સંકટ ચતુર્થી નિમિત્તે ટ્રોલી પૂજન કરવામાં આવ્યું

ગણેશ ઉત્સવ અને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વડોદરા શહેરમાં ગણેશ મંડળોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે ત્યારે વડોદરા શહેર કોયલી ફળિયા યુવક મંડળ દ્વારા આજે સંકટ ચતુર્થી નિમિત્તે ટ્રોલી પૂજન કરવામાં આવ્યું હતું….

ગણેશ ઉત્સવ અને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વડોદરા શહેરમાં થનગાટ જોવા મળી રહ્યો છે સાથે વડોદરા શહેરના અનેક પંડાલો માં ગણેશ ઉત્સવની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે જ્યારે વડોદરા શહેર કોયલી ફળિયા સાર્વજનિક યુવક મંડળ દ્વારા છેલ્લા 98 વર્ષથી ગણપતિની સ્થાપના કરવામાં આવી રહી છે ત્યારે આ વર્ષે ગણેશ મહોત્સવને 99 વર્ષ ની ઉજવણીના ભાગરૂપે આજે સંકટ ચતુર્થી નિમિત્તે ટ્રોલી નું પૂજન કરવામાં આવ્યું હતું જેમાં ટોલી પર ગણેશ જીની છબી મૂકવામાં આવ્યા તે સાથે ટ્રોલી અને ફૂલોથી શણગારવામાં આવી હતી અને ગણપતિ ની આરતી કરવામાં આવી હતી સાથે આ ટ્રોલી પૂજન માં મંડળના કાર્યકર્તાઓ અને પોળ ની મહિલાઓ અને બાળકો આરતીમાં જોડાયા હતા અને આ ટ્રોલી કોયલી ફળિયા થી કાઢવામાં આવી હતી અને આ ટ્રોલી પ્રતાપ નગર ખાતે મૂકવામાં આવનાર છે અને 29 ઓગસ્ટ 2024 ના રોજ ગણપતિનું સાંજે 7:00 કલાકે આગમન કરવામાં આવનાર છે આ મંડળ દ્વારા છેલ્લા ચાર વર્ષથી મુંબઈથી પ્રતિમા લાવવામાં આવે છે અને મંડળના સભ્યએ વડોદરા શહેરના તમામ કનેક્ટ ભક્તોને આગમન યાત્રામાં જોડાવાનું આમંત્રણ પાઠવ્યું

Related posts

વિદેશ જવા માટે વિવિધ કંપનીઓના ખોટા સર્ટિફિકેટ બનાવનાર ઈસમની કરી ધરપકડ

admin

‘ડ્રીંક એન્ડ ડ્રાઇવ’ હવે ગોત્રી રોડ પર નશામાં ધૂત કાર ચાલકે લોકોને અડફેટે લીધા!

admin

એમ.એસ.યુનિવર્સિટીમાં વિદ્યાર્થિની સાથે બિભત્સ હરકતો કરતા પ્રોફેસરની ધરપકડ

admin

Leave a Comment