36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરમાં મહારાષ્ટ્રીયન પરિવારના નિવાસસ્થાને શાસ્ત્રોક્ત રીતે ગણેશજી ની સ્થાપના કરવામાં આવી

વર્ષ 2024માં 7 સપ્ટેમ્બર શનિવારથી ગણેશ ચતુર્થીનો તહેવાર શરૂ થઈ રહ્યો છે. દસ દિવસ સુધી ચાલતો આ તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દરમિયાન બાપ્પાને ઘરે લાવી ઘરમાં બેસાડવામાં આવે છે. આજે અમદાવાદી પોળ ખાતે વિકાસ ઘોળકર ના નિવાસસ્થાને વિધિ વિધાનથી બાપાની સ્થાપના કરવામાં આવી

ગણેશ ચતુર્થી હિંદુ ધર્મમાં એક મહત્વપૂર્ણ તહેવાર છે, જે ભગવાન ગણેશના અવતારની ઉજવણી કરે છે. આ દિવસે ભક્તો ભગવાન ગણેશની પૂજા કરે છે અને તેમની પાસેથી આશીર્વાદ મેળવવાનો પ્રયાસ કરે છે. ભગવાન ગણેશને વિઘ્નો દૂર કરનાર તરીકે પૂજવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે તેમની પૂજાથી તમામ અવરોધો દૂર થાય છે. આજથી 7 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે, જે આગામી અગિયાર દિવસ સુધી ચાલશે.

ગણેશ ચતુર્થી સમગ્ર ભારતમાં ઉજવવામાં આવે છે, પરંતુ કેટલાક રાજ્યોમાં તે ખાસ ધામધૂમથી ઉજવવામાં આવે છે, ગુજરાતમાં, ગણેશ ચતુર્થી ખાસ કરીને વડોદરા શહેરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. સંસ્કારી નગરીનું વાતાવરણ કંઈક અલગ જોવા મળે છે. અહીં, ગણેશ પંડાલોને વિવિધ થીમથી શણગારવામાં આવ્યા છે, અને ઘરોમાં પણ વિવિધ પ્રકારના થીમ, ડેકોરેશન, શણગાર, આકર્ષિત આભૂષણો અને ખાસ માટીની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે

Related posts

નવ નિયુક્ત વડોદરા શહેર ભાજપ પ્રમુખ તથા વોર્ડ નંબર 19ના પ્રમુખનો અભિવાદન શુભેચ્છા સમારોહ

admin

બરોડા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરીના સર સયાજીરાવ આર્ટ ગેલેરી ખાતે પ્રદર્શનીનું ઉદઘાટન

admin

સાવલીથી અંબાજી માટે નવી એસટી બસસેવાની શરૂઆત

admin

Leave a Comment