14 ઓગસ્ટને સન 2020 થી સમગ્ર દેશમાં વિભાજન વિભીશિકા દિવસ તરીકે ઉજવવાનું પ્રધાનમંત્રી દ્વારા આહ્વાન કરાયું છે તેને અનુલક્ષીને આજરોજ બરોડા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરીના સર સયાજીરાવ આર્ટ ગેલેરી ખાતે એમ.એસ.યુના મ્યુઝીકોલોજીના એસોસિયેટ પ્રોફેસર ડો. આર વી રમણના દ્વારા પ્રદર્શનીનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
આ પ્રદર્શિત પ્રદર્શનનો હેતુ 14 ઓગસ્ટ 1947 માં જ્યારે ભારતનું વિભાજન કરવામાં આવ્યું અને પૂર્વ તથા પશ્ચિમ પાકિસ્તાનનો જન્મ થયો તે દરમિયાન દેશના રહેવાસીઓએ સહન કરેલી યાતનાઓને યાદ કરી તેમને ગુમાવેલા તેમના સ્વજનો તથા ધંધા રોજગાર અને પોતાની અસમાયકોને યાદ કરવામાં આવે છે. આ દિવસ ખરેખર તો બધા દેશવાસીઓ માટે ન વિસરાય તેવો હતો. આ માટે તેની યાદમાં આ દિવસે જે ઘટનાઓ બનવા પામી હતી તેનો ચિતાર રજૂ કરવા આવા પ્રદર્શનનું આયોજન સમગ્ર દેશમાં આજરોજ કરવામાં આવે છે તે અંતર્ગત આ પ્રદર્શનની બરોડા મ્યુઝિયમ ખાતે યોજાઇ છે અને તે શહેરના તમામ નાગરિકોને નિહાળવા માટે તારીખ 16 થી 18 ઓગસ્ટ સુધી સવારે 10 થી 5 દરમિયાન નિશુલ્ક રહેશે.

