કોંગ્રેસ પાર્ટીના નેતા રાહુલ ગાંધી ઉપર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા કરાયેલ ટિપ્પણીને લઈને છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત વિધાનસભાના પૂર્વ વિપક્ષ નેતા સુખરામભાઈ રાઠવાની આગેવાનીમાં છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે ભાજપના નેતાઓ વિરુદ્ધ અરજી કરવા માટે પહોંચ્યા હતા.આ અંગે કોંગ્રેસના પૂર્વ વિપક્ષ નેતા સુખરામભાઇ રાઠવા એ જણાવ્યું હતું કે રાહુલ ગાંધી ઉપર કરેલ ભાષાનો ઉપયોગ ના થઈ શકે પરંતુ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા આ રીતે ઉપયોગ કર્યો છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આવા શબ્દો વાપરીને કોંગ્રેસને બદનામ કરવાનું કામ કર્યું છે.
previous post
next post

