વેરાવળ ચોપાટી ખાતે ગુજરાત એનવાયરમેન્ટ મેનેજમેન્ટ ઇન્સ્ટીટ્યુટ અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના સયુંકત ઉપક્રમે ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લીન અપ ડેની ઉજવણી કરવામાં આવી.આ તકે 400 થી વધુ લોકો જોડાયા હતા અને કચરો એકત્ર કરી નિકાલ કરવામાં આવ્યો.આ કાર્યક્રમ 2 વિભાગમાં યોજાયો હતો.જેમાં પ્રથમ દિવસે પ્લાસ્ટિકનું પ્રદૂષણ અટકાવવા માટે પોસ્ટર કોમ્પિટીશનનું આયોજન કરાયું જેમાં 150 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને બીજા દિવસે વેરાવળ ચોપાટી ખાતે પ્લાસ્ટિક સહિત ઘન કચરો એકત્ર કરી શહેજનોને કચરો ન ફેલાવવા માટે અપીલ કરાઇ.આ તકે જિલ્લા વહીવટી તંત્ર અને વેરાવળ ઇન્ડસ્ટ્રિયલ એસો. ના સભ્યો પણ જોડાયા હતા.
લોકો ચોપાટી ખાતે આનંદ લેવા આવતા હોઈ છે ત્યારે ત્યાં જેમ તેમ કચરો કરીને ન જાય તે માટે જાગૃતતા લાવવા માટે પણ આજના દિવસની ઉજવણી કરવામાં આવી જેથી લોકો જ્યાં ત્યાં કચરો ન કરે અને પર્યાવરણને થતું નુકસાન અટકી શકે.જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે જો લોકો કચરો જો નાખવાનું બંધ થશે તો વીણવા નહિ આવવું પડે જે પણ લોકો જમવાનું કે અન્ય વસ્તુઓ સાથે લાવે ત્યારે કચરો એકત્ર થાય તો પોતે જ ત્યાંથી એકત્ર કરી અને યોગ્ય જગ્યાએ નિકાલ કરે તો પ્રદૂષણ અટકશે.
GIDC ની ફિશ કંપનીઓ અને કોલ્ડ સ્ટોરેજ પ્લાન્ટ પાસેના વિસ્તારોમાં પણ દુર્ગંધ ફેલાતી હોઈ જેને લઈને વેરાવળ ઇન્ડસ્ટ્રિયલ એસો. અને જિલ્લા વહીવટી તંત્રના સયુંકત ઉપક્રમે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે.ઉપરાંત જરૂરી એવા સાધનો પણ વસાવી લેવાયા છે અને ભવિષ્યમાં જરૂર જણાય તો અન્ય સાધનો પણ વસાવવામાં આવશે તેવો વિશ્વાસ ચેરમેન દ્વારા વ્યકત કરાયો.

