27.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
ઉનાગીર સોમનાથ જિલ્લો

ઉનાના ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડએ વરસાદી પાણીનો કઈ રીતે નિકાલ કરી શકાય તે અંગેની ચર્ચાઓ અને જરૂરી સુચના આપી

ઉના શહેરમાં આવેલ વોર્ડ નં. ૭ માં ચંદ્રકિરણ ખાણ વિસ્તારમાં વરસાદ દરમિયાન રોડમાં પાણી ભરાઈ રહેતા હોવાથી ચંદ્રકિરણ ખાણ વિસ્તારના રહીશોને તેમજ લોકોને અવર-જવર કરવામાં મુશ્કેલીઓ પડતી હોવાથી આ વિસ્તારના રહેવાસીઓ એ ઉનાના ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડને કાર્યાલયે રૂબરૂ મુલાકાત કરી અને રજુઆત કરતા ઉનાના માનનીય ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ એ ચોમાસાની ઋતુને ધ્યાનમાં લઈ ધારાસભ્યશ્રી તથા ઉના નગરપાલિકાના પ્રમુખશ્રી પરેશભાઈ બાંભણીયા એ ચંદ્રકિરણ ખાણ વિસ્તાર રોડમાં પાણી ભરાતા અને ત્યાંથી પાણીનો નિકાલ થઈ શકતો ના હોવાથી સ્થળની રૂબરૂ મુલાકાત લીધી હતી. અને ધારાસભ્યશ્રી એ તાત્કાલિક ધોરણે નગરપાલિકાના સ્ટાફને સાથે રાખી આ વરસાદી પાણીનો કઈ રીતે નિકાલ કરી શકાય તે અંગેની ચર્ચાઓ અને જરૂરી સુચના આપી હતી. રિપોર્ટર : માધુ ભાલીયા, ઉના

Related posts

15 મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની” ઉજવણીના ભાગરૂપે ઉના શહેરમાં વિશાળ તિરંગા યાત્રા યોજાઈ

admin

“સોમનાથની પાલખીયાત્રા” શિવભક્તિનો અદભુત અનુભવ

admin

ઉના તાલુકાના સીમર જગજીવન બાપુ સેવાશ્રમ ખાતે “શ્રી સદગુરુ ગાદી સમન્વય મહોત્સવ”ની ઉજવણી

admin

Leave a Comment