છોટા ઉદેપુર જિલ્લોમાં અધિકારીઓનું રાજ. સામાન્ય પ્રજાતો ઠીક પણ હવે સાંસદને પણ ગાંઠતા નથી. તેનો પુરાવો સાંસદશ્રી જશુભાઈ રાઠવાએ કલેક્ટરશ્રી લખેલ પત્રથી જણાય આવે છે.
સાંસદશ્રી જશુભાઈ રાઠવા દ્રારા ૧૦/૦૯/૨૦૨૪ના રોજ અને ૧૭/૦૯/૨૦૨૪ના રોજ કલેક્ટરશ્રીને લખેલ પાત્ર મુજબ તેઓ એ કરેલ પશ્ન તેમજ માંગેલ માહિતી સમયસર આપવામાં આવતી નથી. જેથી તેઓને લોકોના પ્રશ્નોના અભ્યાસ કરી શકતા નથી. અને જો કોઈ માહિતી આપે છે તે અધૂરી હોય છે. જેના લીધી લોકોના પ્રશ્નોનો ઉકેલ લાવવા ખુબ મુશ્કેલી પડે છે. જેના અનુસંધાને સમયસર માહિતી મળે તે હેતુ સર કલેક્ટરશ્રીને સાંસદ જશુભાઈ રાઠવા દ્રારા પત્ર લખવામાં આવ્યો છે.
સાંસદશ્રી જશુભાઇ રાઠવાનો આ પત્ર ચર્ચાનો વિષય બની ગયો છે. જો એક સાંસદને અધિકારીઓ દ્રારા સમયસર જવાબ મળતા ન હોય તો સામાન્ય પ્રજાનું શું થાય ? આ પણ એક ચર્ચાનો વિષય બની ગયો છે.



