Genius Daily News
ગીર સોમનાથ જિલ્લો

પૂર્વ ધારાસભ્ય રાજશીભાઇ જોટવાના આદ્રી ગામે ડાયરામાં પૈસાનો વરસાદ

જાણો સૌરાષ્ટ્રની ઘોર પ્રથામાં કેમ પૈસા ઉડાવવામાં આવે છે????

ડાયરામાં (ઘોર) રૂપિયા ઉડાવિને કલાકારોને બિરદાવી ગાયોનું કાર્ય કરવા કળાના કદરદાનમાં લાગે છે સ્પર્ધા

સોમનાથનાં પૂર્વ ધારાસભ્ય રાજશીભાઇ જોટવાનાં આદ્રી ગામે ભાદરવા માસ નિમિત્તે કસુંબલ લોક ડાયરો યોજાયો હતો જેમાં ગોપાલ સાધુ, રાજા ગઢવી, પૂનમ ગઢવી, હાજી રમકડું, સહિતનાં કલાકારોએ રંગત જમાવી હતી. ડાયરામાં સંખ્યાબંધ લોકોએ કલાકારો પર ચલણી નોટોનો વરસાદ કર્યો હતો. પૈસા ઉડાડવાનાં મામલે વારંવાર છેડાતા વિવાદ અંગે આયોજક રાજસી જોટવાએ જણાવ્યું હતું કે,

ભીખુદાન ગઢવી થી લઈને પ્રાણલાલ વ્યાસ અને પ્રફુલ દવે સહિતના કલાકારોને આ ગામે સૌપ્રથમ મંચ આપ્યું હતું, આ ગામમાં ડાયરાઓમાં ભજન, લોકગીતો થતા હોય ત્યારે આવી કલા કોઇ કલાકાર પીરસતો હોવાની પરંપરા છે. ત્યારે ડાયરામાં પૈસારૂપી ઘોર ઉડી રહી છે એ ગાયોની સેવાના કાર્યમાં વપરાશે એ કારણે જ ભક્તો ડાયરામાં પૈસા ઉડાવે છે. ડાયરામાં ઉડેલા રૂપિયા પણ ગોશાળામાં જ આપી દેવામાં આવશે અને તેનું ઓડિટ પણ રજૂ કરવામાં આવે છે. આવા કાર્યક્રમોમાં ઘોર કરતા તમામ લોકો આડકતરી રીતે દાન જ કરે છે.

રિપોર્ટ:- પરાગ સંગતાણી, ગીર સોમના

Related posts

ગીર સોમનાથ ના કોડીનાર મા વિશાળ રેલી યોજાય

admin

ગીર ગઢડા તાલુકાના 50 ટકા ખેડૂતોને ડુંગળીની સબસિડીથી વંચિત ખેડૂતોમાં નારાજગી

admin

ગીર સોમનાથ જિલ્લા ના દરિયા કિનારે થી વધુ એક વખત કરોડો નું ચરસ મળી આવ્યું…

admin

Leave a Comment