36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર જિલ્લામાં મોટું જમીન કૌભાંડ બહાર આવ્યું

છોટાઉદેપુર જિલ્લામાં મોટું જમીન કૌભાંડ બહાર આવ્યું છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુકરદા ગામે ટોચ મર્યાદા અધિનિયમ ૧૯૬૦નું ઉલઘ્ઘન થયું છે. કુકરદા ગામે ૧૨૩૮ એકર જમીન શ્રી સરકાર કરાઇ હતી. તે વખતના જમીનના કબજેદાર ઠાકોર રણધીરસિંહ ચંદ્રસિંહ દ્વારા જમીન વિગતો સંબંધે પત્રક તથા સોગંદનામું છુપાવાયું હતું. નિયમ વિરુદ્ધ એક જ પરિવારના અલગ અલગ સભ્યોના નામે વર્ષ ૧૯૯૮માં વેચાણ કરાઇ હતી. જિલ્લા કલેક્ટરે એસઆઈટી રચના કરી વેચાણ કરનાર અને હાલના કબજેદાર સામે ફોજદારી કાર્યવાહીની તજવીજ કરી છે. પ્રાથમિક તપાસમાં અન્ય દસ ગામોમાં પણ આવી ૧૫૦ એકર જમીનો હોવાનું સામે આવ્યું છે. જિલ્લા કલેકટર અનિલ ધામેલિયાએ જમીન ખરીદતા પહેલા નમૂનો ૬ તપાસી વ્યવહાર કરવા અપીલ કરી છે.

Related posts

આઝાદી ના વર્ષો પછી પણ છેવાડાના કુપ્પા ગામના લોકોને રસ્તા થી વંચિત રાખ્યા

admin

અષાઢી બીજ જગન્નાથજીની રથયાત્રાની તૈયારીના ભાગરૂપે છોટાઉદેપુર નગરમાં બેઠક યોજાઇ, રથયાત્રા મહોત્સવ ધામધૂમથી ઉજવવા થનગનાટ

admin

હાઇડ્રો પ્રોજેક્ટના વિરોધમાં ગામ લોકો સાથે કોંગ્રેસના નેતાઓ જોડાયા.

admin

Leave a Comment