30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર જિલ્લામાં મોટું જમીન કૌભાંડ બહાર આવ્યું

છોટાઉદેપુર જિલ્લામાં મોટું જમીન કૌભાંડ બહાર આવ્યું છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુકરદા ગામે ટોચ મર્યાદા અધિનિયમ ૧૯૬૦નું ઉલઘ્ઘન થયું છે. કુકરદા ગામે ૧૨૩૮ એકર જમીન શ્રી સરકાર કરાઇ હતી. તે વખતના જમીનના કબજેદાર ઠાકોર રણધીરસિંહ ચંદ્રસિંહ દ્વારા જમીન વિગતો સંબંધે પત્રક તથા સોગંદનામું છુપાવાયું હતું. નિયમ વિરુદ્ધ એક જ પરિવારના અલગ અલગ સભ્યોના નામે વર્ષ ૧૯૯૮માં વેચાણ કરાઇ હતી. જિલ્લા કલેક્ટરે એસઆઈટી રચના કરી વેચાણ કરનાર અને હાલના કબજેદાર સામે ફોજદારી કાર્યવાહીની તજવીજ કરી છે. પ્રાથમિક તપાસમાં અન્ય દસ ગામોમાં પણ આવી ૧૫૦ એકર જમીનો હોવાનું સામે આવ્યું છે. જિલ્લા કલેકટર અનિલ ધામેલિયાએ જમીન ખરીદતા પહેલા નમૂનો ૬ તપાસી વ્યવહાર કરવા અપીલ કરી છે.

Related posts

ટ઼ીબી મુકત ભારત અભિયાન અંતર્ગત ઉત્તર બુનિયાદી ઉચ્ચતર માધ્યમિક શાળા ચિચોડ આશ્રમશાળા તેમજ શ્રી સ્વ. રાજીવ ગાંધી આશ્રમશાળા રોજકૂવા તા.છોટાઉદેપુર ખાતે STS મનહરભાઈ વણકર દ્વારા જન જાગ્રુતિ કાર્યક્રમ યોજાયો.

admin

છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના ખાંડીયા અમાદર ગામના યુવાનને 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરનાર બદલ 20 વર્ષની સખત કેદની સજા

admin

છોટાઉદેપુર નગરમાં આવેલ ગોકુલધામ સોસાયટી ખાતે સૌરભભાઈ કનુભાઈ શાહના પરિવાર દ્વારા જરૂરિયાતમંદ લોકોને 500 જેટલા ધાબળા વિતરણ કરવાનો કાર્યક્રમ લોકસભાના સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

admin

Leave a Comment