ભારત ના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન ના ઉપલક્ષ માં આરોગ્ય વિભાગ ધ્વારા સ્વસ્થ નારી, સશક્ત પરિવાર પખવાડિયું અંતર્ગત સાવલી ના જમનોત્રી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સર્વ રોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું
સાથે બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ 17 સપ્ટેમ્બર થી 2 ઓગટોમ્બર દરમ્યાન આરોગ્ય લક્ષી વિવિધ કાર્યકમો નું આયોજન કરવામાં આવશે આ કાર્યકમ 135સાવલીડેસર ના ધારાસભ્ય કેતન ઇનામદાર , વડોદરા જિલ્લા પંચાયત ના પ્રમુખ ગાયત્રીબા મહીડા સહિત સાવલી તાલુકા પંચાયત ના પ્રમુખ ગીતાબેન સોલંકી સહિત તાલુકા પંચાયત સદસ્ય તેમજ આરોગ્ય વિભાગ ના અધિકારીઓ તેમજ ગામ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા દીપ પ્રગટાવી કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવ્યું હતું યોજાયેલા કાર્યક્રમ માં પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું હતું સાવલી ખાતે યોજાયેલા સર્વ રોગ નિદાન કેમ્પ માં નિષ્ણાંત તબીબો એ સેવાઓ આપી હતી ખાસ કરીને આયુષ્યમાન કાર્ડ પણ કાઢવા માટે વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં જરૂરિયાત મંદ દર્દીઓ એ કેમ્પ નો લાભ લીધો હતો સાવલી તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર ખાન સાહેબ તથા તેઓ ની ટીમ અને વિવિધ પી એસ સી સેન્ટર ના તબીબો એ હાજરી આપી હતી અને સેવાઓ પણ આપી હતી સાથે આવેલા મહાનુભવો નું મોમેન્ટો આપી સન્માન કર્યું હતું

