છેલ્લા 30 વર્ષથી સૌરાષ્ટ્ર વરિયા પ્રજાપતિ સમાજ દ્વારા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવે છે વર્ષમાં ત્રણ વાર રક્તદાન શિબિરનું આયોજન કરે છે જેમાં ત્રણ રક્તદાન શિબિરથી 800 થી વધુ રક્તના બોટલ ભેગા કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ શ્રી સૌરાષ્ટ્ર વરિયા પ્રજાપતિ સમાજ વડોદરા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં યુવાઓ તેમજ વડીલો એ ભાગ લીધો હતો. સવારના આઠ વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધી નો સમય આ રક્તદાન શિબિરમાં રાખવામાં આવ્યો હતો ત્યારે સવારથી જ મોટી સંખ્યામાં સમાજના યુવાઓ પોતાના સમાજના કાર્યક્રમમાં ભાગ લેવા ઉમટી પડ્યા હતા. આ રક્તદાન શિબિર દ્વારા રક્ત માટે ઇચ્છુક દર્દીઓને આવા કાર્યક્રમથી રક્ત મળી રહે છે. શ્રી સૌરાષ્ટ્ર વરિયા પ્રજાપતિ સમાજ વડોદરા ના રક્તદાન શિબિરના આયોજક શ્રી સૌરાષ્ટ્ર વરિયા પ્રજાપતિ સમાજ વડોદરાના ધર્મેશ પ્રજાપતિ અને જયેશ પ્રજાપતિ ના સુંદર આયોજનને વડોદરાના લોકલાડીલા સાંસદ ડોક્ટર હેમાંગ જોષીએ બિરદાવ્યો હતો
આ વખતે સમાજ દ્વારા 300 બોટલ રક્તદાન નું ટાર્ગેટ રાખવામાં આવ્યો હતો જેમાં અત્યાર સુધી લગભગ 200 થી વધુ લોકોએ રક્ત દાન એ મહાદાનનું સૂત્ર સાર્થક કર્યું છે
આ પ્રસંગે વડોદરાના યુવા અને શિક્ષિત સંસદ ડોક્ટર હેમાંગ જોષી તેમજ વિસ્તારના મ્યુનિસિપલ કાઉન્સિલર મહાવીર સિંહ રાજપુરોહિત તેમજ શ્રી સૌરાષ્ટ્ર વરિયા પ્રજાપતિ સમાજ વડોદરાના અગ્રણી જયેશ પ્રજાપતિ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને સમાજના લોકોની આ સરાહનીય કામગીરીને બિરદાવી હતી.

