Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

માઊઝર લઈને ફરતો માથાભારે આરોપી ઝડપાયો

આરોપી સામે અગાઉ મારામારીના ગંભીર ગુનાઓ દાખલ થયા છેવારસિયા મગર સ્વામી આશ્રમ પાસેથી પોલીસે માથાભારે શખ્સને માઉઝર સાથે ઝડપી પાડયો છે.

કાસમહાલ કબ્રસ્તાન પાસે રહેતો અને અગાઉ મારામારી સહિતના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો શાહનવાઝ ઉમરભાઈ સુન્ની પિસ્તોલ લઈને ફરતો હોવાની માહિતી પીસીબી પોલીસને મળી હતી. જેથી, પીસીબી પોલીસે તેની શોધખોળ શરૃ કરતા એવી જાણકારી મળી હતી કે, હાલમાં શાહનવાઝ સુન્ની વારસિયા મગર સ્વામી આશ્રમ રોડ પર ગોસાંઈ ટેકરા પાસે બેઠો છે અને તેની પાસે રિવોલ્વર પણ છે. પીસીબી પોલીસે ઉપરોક્ત સ્થળે જઈને શાહનવાઝ સુન્ની (રહે. ફાગવેલ નગર કાસમાલા કબ્રસ્તાનની સામ) ેને ઝડપી પાડયો હતો. પોલીસને પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું હતું કે, આ માઊઝર રતલામ ખાતેથી લાવ્યો હતો. પોલીસે શાહનવાઝ સામે ગુનો દાખલ કરી એક માઉઝર તથા બે મોબાઈલ કબજે કર્યા છે.

Related posts

વડોદરામાં પુરથી બચવા એક નાગરીકે બોટ ખરીદવા ઘરેણાં ગિરવે મુક્યા

admin

MGVCLની ગંભીર બેદરકારી, ખુલ્લી વીજ પેટીઓ અને લટકતા વાયરો બન્યા ‘ડેથ ટ્રેપ’નગરજનોમાં ફફડાટ

admin

ડભોઇ તાલુકાના ચાંદોદ પાસે શણોરની ઓરસંગમાં પશુપાલકને મગર ખેંચી જતાં મોત વન વિભાગ અને પોલીસને જાણ કરતા તંત્ર દોડતું થયું

admin

Leave a Comment