36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

મધર્સ ડે અને લગ્નના વર્ષગાંઠની ઉજવણી બાદ દર રવિવારની પવિત્ર દર્શન યાત્રા

જય સાંઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અને શ્રીરંગ રાજેશ આયરે દ્વારા દર રવિવારે પવિત્ર દર્શન યાત્રાનું આયોજન કરવામાં આવે છે.આજે રવિવારે ઝાંસી કિ રાણી ચોક આપણું કાર્યાલય થી 8 બસ સાળંગપુર કષ્ટભંજન દેવ મંદિર, કોટ ગણેશ મંદિર,બુટ ભવાની મંદિર,ધર્મજ જલારામા બાપા મંદિર ખાતે જવા પ્રસ્થાન થઇ હતી.પ્રસ્થાન પૂર્વ આજે મધર્સ ડે ની ઉજવણીના ભાગરૂપે માતાઓ સાથે રાજેશ આયરે, પૂર્ણિમાબેન આયરે અને યુવા કોર્પોરેટર શ્રીરંગ આયરે એ કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી.આ તબ્બકે આયોજક રાજેશ આયરે અને પૂર્ણિમાબેન આયરેના લગ્નના વર્ષગાંઠ નિમિત્તે પણ કેક કાપવામાં આવી હતી.ગાયત્રી પરિવાર ની બહેનો એ ગાયત્રી મંત્ર અને મહામૃત્યુંજયના મંત્ર જાપ કરી પ્રાર્થના કરી હતી.આજે સેવાસીગામ,ગોત્રીગામ ,શ્રીકાંત પાર્ક,લક્ષ્મીનગર,સૌરભ પાર્ક, ઇંદ્રપ્રસ્થ,લક્ષ્મીનગર સહિતના આસપાસના વિસ્તારના નાગરિકો માટે 8 બસ ની વ્યવસ્થા કરવામાં આવી આવી હતી. પુજન અર્ચન બાદ બસને આપણું કાર્યાલય ખાતેથી પ્રસ્થાન કરવામાં આવી હતી. આ પવિત્ર દર્શન યાત્રા અંતર્ગત શ્રદ્ધાળુઓને બસ,જમવા સહિત ની સંપૂર્ણ સુવિધા અને વ્યવસ્થા જય સાંઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ના માધ્યમથી કરવામાં આવે છે.
રાજેશ આયરે જણાવ્યું હતું કે દુઃખ સુખમાં વિસ્તારની જનતા હંમેશા અમારા સાથે રહી છે ત્યારે મારી વિસ્તારની જનતા માટે આ આયોજન કરવામાં આવે છે આજે મધર્સ ડે છે ત્યારે અમે સૌભાગ્યશાળી છે આખાં વડોદરામાં અમારા જ વિસ્તારમાં ગોત્રી રોડને માં રોડ નામ આપવામાં આવ્યું છે તેમ જણાવ્યું હતું.

Related posts

વિઝન પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દસમા વર્ષે ઓટિઝમ અવેરનેસ સાથે જ હરીત ક્રાંતિ અંતર્ગત લીલા શાકભાજી તથા માટી બચાવો અંગેના કાર્યક્રમ

admin

વડોદરાના દરબાર ચોકડી વિસ્તારમાં યુવકનો આત્મહત્યાના પ્રયાસને ફાયર-પોલીસે નિષ્ફળ બનાવ્યો

admin

વડોદરા કોર્પોરેશનની બજેટ બેઠકમાં હોબાળો, કોંગ્રેસના સાત સભ્યો સસ્પેન્ડ બાદ બજેટ બહુમતીથી મંજૂર

admin

Leave a Comment