36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

અકોટા સોલાર પેનલ પાસે કાર ચાલકે સર્જ્યો અકસ્માત…

મેડિકલ એજન્સી ધરાવતા 65 વર્ષીય વૃદ્ધનો અકોટા બ્રિજ સોલર પેનલ નજીક એક કાર સાથે અકસ્માત થયો હતો. જેમાં તેઓનું મૃત્યું થયું હતું. જેથી રાવપુરા પોલીસે આ બાબતે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી હતી.જેતલપુર રોડ પર આવેલા દીપમ સિગ્નેચરમાં રહેતા યતીન મણીલાલ કાપડીયા શીયાપુરા પોલીસ ચોકીની સામે મેડીકલ એજન્સી ચલાવે છે. ગુરુવારે સાંજના સમયે તેઓ એજન્સી બંધ કરીને મોપેડ લઈને તબીબને દવા આપવા માટે જઈ રહ્યા હતા. ત્યારે અકોટા બ્રિજ સોલાર પેનલની નજીક એક કાર સાથે તેઓની ટક્કર થઈ હતી. જેથી લોકોના ટોળા વળી ગયા હતા. તાત્કાલિક મણીલાલને 108 એમ્બ્યુલન્સ દ્વારા સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યા હાજર તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા.આ બાબતે રાવપુરા પોલીસે આ બાબતે તપાસ હાથ ધરી હતી. પોલીસે કાર ચાલક ચિરાગ કિશોર સોનીની અટકાયત કરી હતી. ઉલ્લેખનીય છે કે, અકોટા બ્રિજ પર અવાર -નવાર અકસ્માતની ઘટના બનતી રહેતી હોય છે, જેમાં ઘણા લોકોને જીવ પણ ગુમાવવા પડ્યા છે. મોડી રાત્રે બ્રિજ પર બાઈક અને કાર ગફલત ભરી રીતે હંકારવામાં આવે છે. જોકે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

બાથરૂમના દરવાજાની પાછળ દીવાલમાંથી દારૂ પકડાયો

admin

ચોરોની અફવાઓ સાચી સાબિત થઇ ચડ્ડી બનીયાન ગેંગને દબોચતી વડોદરા પોલીસ

admin

ગૌરીવ્રત નિમિત્તે કુંવારીકાઓ માટે સિતારે જમીન પર ફિલ્મ નિહાળવાનું આયોજન કરવામાં આવ્યું

admin

Leave a Comment