40.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
કરજણવડોદરા જિલ્લો

વહેલી સવારે એક કાર નર્મદા નિગમની કેનાલમાં ખાબકતા હડકંપ મચી ગયો

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના દેરોળી ગામ નજીક આજે વહેલી સવારે એક કાર નર્મદા નિગમની કેનાલમાં ખાબકતા હડકંપ મચી ગયો હતો. કારમાં કુલ ચાર વ્યક્તિઓ સવાર હતી. જેમાંથી બેના દુઃખદ મોત નીપજ્યા છે. જ્યારે બેનો સમયસર બચાવ થયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર કારમાં બેઠેલા લોકો દિવાળીપુરા વિસ્તારના રહીશો છે. અને વેવાઈના ઘરેથી કાર લઇ પરત ફરતા હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાની જાણ થતા તરત કરજણ પોલીસ તથા કરજણ ફાયર વિભાગની ટીમો બનાવસ્થળે યુદ્ધના ધોરણે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગની ટીમે તરત જ બચાવ કામગીરી શરૂ કરી હતી અને કેટલાક સમયના પ્રયત્નો બાદ કારને કેનાલમાંથી બહાર કાઢી હતી.

મૃતકોને તાત્કાલિક મેથી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને કારણે આસપાસના વિસ્તારોના લોકોનો ટોળાટોળો ઊમટી પડ્યા હતા. આ સમગ્ર ઘટનાની તપાસ કરજણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી

Related posts

માસિક સ્વાસ્થ્ય જાગૃતિ માટે લિટલ હાર્ટ ઇનિશિયેટિવ દ્વારા વુડા હાઉસિંગની મહિલાઓને સેનેટરી નેપકીનનું વિતરણ કરાયું

admin

વડોદરાના કમાટીબાગમાં જોય ટ્રેન 4 વર્ષની બાળકી ઉપર ફરી વળતા મોત…

admin

વડોદરામાં વીજ મીટરમાં શોર્ટ સર્કિટથી મધરાત્રીએ આગ, 48 મકાનોમાં અંધારપટ

admin

Leave a Comment